ઉના : સૈયદ રાજપરા ગામે અજગરને પરેશાન કરી વિકૃત આનંદ માણતા કેટલાક યુવાનો

0
24
Share
Share

ગીરગઢડા, તા.૧૨

ઉના-તાલુકાના દરિયાકાંઠે આવેલા સૈયદ રાજપરા ગામે સમુદ્ર કિનારે અને ખારામાં તેમજ વન વિભાગ આરક્ષીત જંગલમાં સિંહો સહિતના વન્ય પ્રાણીઓ તથા સરિસૃપો-યાયાવર પક્ષીઓની વ્યાપક વસ્તી આવેલી છે.

આ વિસ્તારમાં માસભક્ષીઓ દ્વારા રોઝ-નીલગાય યાયાવર પક્ષીઓની શીકારની ઘટનાઓ વ્યાપક પણે વન વિભાગની રહેમ દ્રષ્ટીથી છાશવારે બનતી હોય સ્થાનીક લોકો વન વિભાગની કનડગત-હેરાનગતીનાં કારણે ઘટનાની જાણ હોવા છતા બોલીને બહાર પાડતા નથી.

તાજેતરમાં સૈયદ રાજપરા ગામે વિકૃતી વાળા યુવાનો દ્વારા વિકૃત આનંદ મેળવવા શેડયુલ-૧ માં આવતા ઈન્ડીયન પાયથન અજગરને પકડી યુવાનો દ્વારા હેરાન પરેશાન કરી દરેક યુવાનોએ જાણે કે ફોટો સેશન ગોઠવ્યુ હોય તેમ અજગર સાથે ફોટો પાડી વિડીયો ઉતારી વાયરલ કરી વન વિભાગને ખુલ્લી ચેલેંન્જ કરી છે.

સૈયદ રાજપરા ગામે બનેલી ઉપરોકત ઘટના અંગે લાયન નેચર ફાઉન્ડેશનનાં ભીખુભાઈ બાટાવાળાએ મુખ્યમંત્રી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અજગરને પરેશાન કરનારાઓ તમામ સામે વન્ય પ્રાણી અધિનીયમ ૧૯૭૨ મુજબ કાર્યવાહી કરવા અને પોલીસ ફરીયાદ કરવા તેમજ આ વિસ્તારનાં વર્ષોથી પેધી ગયેલા એવા આરએફઓ ફોરેસ્ટ, બીટગાર્ડ સહિતના વન કર્મીઓને સસ્પેન્ડ કરી બદલી કરવા લેખીતમાં માંગણી કરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here