ઉના: સીમરગામની સીમમાંથી અજાણ્યા પુરૂષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

0
11
Share
Share

ઉના, તા.૨૫

ઉનાનાં સીમરના ખડાબંધારણા પાણી જુથ યોજના હેઠળની સાઇડમાં કાંટાની અને લોખંડની જાળીની બાજુમાં પડેલ અજાણ્યા વયોવૃધ્ધ ભીક્ષૃકનો કાળો પડેલ મૃતદેહ વિકૃત હાલતમાં પડેલ હોવાની હકીકત પોલીસને મળતા નવાબંદર મરીન પી એસ આઇ પરમારએ સ્ટાફ સાથે ધટના સ્થળે પહોચી જઇ મૃતદેહનો કબ્જો મેળવેલ હતો. અને તપાસ હાથ ધરી છે. આ બાબતે સીમર ગામના સરપંચ અને તલાટી મંત્રીના જણાવ્યા મુજબ ૧૫ દિવસ પહેલા આ વૃધ્ધ ગામમાં ભીક્ષાવૃતિ કરતા જોયેલ હોય અને  લોકોએ સીમર ગામ માંથી ચાલ્યા જવા ભીક્ષૃકને જણાવેલ ત્યા બાદ આ ભીક્ષૃક બંદર પર આટા મારતો જંગલી વિસ્તારમાં ચાલ્યો ગયેલ હોય અને ૧૫ દિવસ બાદ તેનો મૃતદેહ મળતા તેની આજુબાજુમાં તેના વાટકા થાળી પણ પડેલ જોવા મળી રહ્યા છે. તેમજ મૃતદેહ તદન કાળી હાલતમાં અને વિકૃત કોહવાયેલી હાલતમાં પડેલ હોય આ અજાણ્યા વૃધ્ધનું મોત ભુખના કારણે કે પછી કોઇ જંગલી જાનવરનો શિકાર બન્યા કે પછી અન્ય કોઇ કારણોસર તેનું મોત નિપજેલ છે તે અંગે પી એમ રીપોટર્ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે. તેવું પોલીસ અધિકારીએ જણાવેલ હતું.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here