ઉના : સાગર સુરક્ષા કવચ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ

0
24
Share
Share

ઉના, તા.૯

હાલ સાગર સુરક્ષા કવચ ચાલી રહયુ છે. નવાબંદર મરીન પોલીસ, ગીરસોમનાથ જીલ્લાની એસઓજી દ્વારા દરીયામાં સંયુકત પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે નવાબંદરથી ૬ નોટીકલ માઈલ દુર દરીયામાં બોટ મારફત સ્નીગ્ધ પદાર્થ આંતકવાદી દ્વારા લવાતો હોય ત્યાં નવાબંદર મરીન પોલીસ, ગીરસોમનાથ એસઓજી પોલીસ બોટ મારફત પહોચી અને બોટ આંતરી હતી. આ બોટમાં એક આંતકવાદી આરડીએકસ દ્વારા નવાબંદર જેટી ઉપર હુમલો કરનાર હોવાની બાતમી મળતા તેને પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશને લાવેલ ત્યારે ખબર પડી કે આ સાગર સુરક્ષા કવચની મોકડ્રીલ છે તેથી પોલીસે નિરાતનો શ્વાસ લીધો હતો. મોકડ્રીલનુ સફળ પરીક્ષણ કરવામાં આવેલ પોલીસ તેમા સફળ થઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here