ઉના શહેરમાં મછુન્દ્રી નદીમાંથી બેરોકટોક થતી રેતી ચોરી કોણ અટકાવશે ?

0
27
Share
Share

આરટીઆઈ એક્ટિવિસ્ટ હર્ષદ બાંભણીયાની સંબંધિતોને રજૂઆતો

ગીરગઢડા, તા.૧

છેલ્લા કેટલાક સમથી ઉના સિટિ વિસ્તારમાં અને પોલીસ સ્ટેશનથી ૨૦૦ મીટર દૂરી અને વડલા પોલીસ ચોકીથી ૫૦ મીટર અને કોટર્વિસ્તારમા

આવેલ જૂના પોલીસ સ્ટેશનથી પણ ૫૦ મીટરની દૂરી માં મયુનિ નદી આવેલ છે.જેમાં છેલ્લા કેટલા સમય થી રાજકીય પરીબલ ધરાવતા રાજકીય અગ્રણીઓ દ્વારા આખી આખી રાત જે.સી.બી અને ટેક્ટરો દ્વારા બેફામ રેતીચોરી કરી રહ્યા હોવાની એક ફરિયાદ આરટીઆઈ એક્ટિવિસ્ટ હર્ષદ બાંભણીયાદ્વારા લાગતા વળગતાઓને કરાઈ છે.

રજુઆતમાં જણાવાયું છે કે, ઉના તાલુકાના રેતી ચોરી કરનાર ભૂમાફિયા દ્વારાવોટ્‌સએપ ગ્રુપ બનાવાયું છે. જેનાથી ઉનાની ચારેય બાજુ અધિકારીઓની રેકી કરવામાં આવે છે. ખાણ ખનીજની ગાડી હોય કે પોલીસની ગાડી આ ભૂમાફિયા દ્વારા રેકી કરીને  વોટ્‌સએપ પર  એક બીજ ને મેસેજ કરી જાણ કરી દેવામા આવે છે.

ઉના તાલુકાનાના જાખરવાડકકાળાપાણ, સીમર, રાજપરા,આ ગામબડાઓ દરિયાઈ કાઠે આવેલ છે ત્યાં પણ આખી રાત દરિયાઈ રેતીનું બેફામ ખનન કરવામા આવી રહ્યુ છે. આ ગામોમાથી દરિયાઈ રેતી જે.સી.બી, ટેક્ટર દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે  તેમજ આ દરિયાઈ રેતી ઉના અને દીવ કેન્દ્ર મા સપ્લાય કરાય છે.

નદી કાઠાના ગામો , સામતેર, ઉમેજ, પાતાપૂર, કાંધી,આ પડા, સનખડા પહવાળા, ઉટવાળા, સમઢીયાળા ગામમાથી પસાર થતી નદીઓમાથી પણ બેફામ રેતી ચોરી કરી મોટા પાયે ખનન કરાય છે. આ બાબતે અગાઉ પણ ફરિયાદ રજૂઆત કરેલ છે પણ આજ સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here