ઉના શહેરમાં ભરચક વિસ્તારમાં સોની તથા કરીયાણાની દુકાનનાં શટર તોડી ચોરી કરતા તસ્કરો

0
13
Share
Share

ઉના, તા.૧૬

ઉના શહેરમાં પોલીસ સ્ટેશનથી ૧૦૦ મીટર જ દુર કુચકુચ ફળીયા, ભકચક રહેણાંક વિસ્તારમાં તસ્કરોએ અનિલ જવેલર્સ તથા તેમની બાજુમાં આવેલ બાલકૃષ્ણ કરીયાણા નામની દુકાનમાં તસ્કરોએ કોઈ પણ સાધનો વડે શટર ઉચકાવી પ્રવેશ કરીને ચોરીનો પ્રયાસ કરતા હતા ત્યારે આસપાસમાં રહેતા લોકો જાગી જતા તસ્કરોને પડકારતા તસ્કરો મુંઠીવાળીને વાહન મારફતે નાશી ગયા હતા. આ અંગે ઉના પોલીસમાં જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને જવેલર્સની દુકાનમાંથી ચાંદીનો ભંગારની ચોરી થયાની વાત જાણવા મળેલ છે. હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી. પોલીસે ખાનગી રાહે તસ્કરોને ઝડપવા તજવીજ હાથ ધરેલ છે.

ઉના શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી ઘરફોડ ચોરીના નાના-મોટા બનાવો બને છે પરંતુ પોલીસ ચોપડે નોંધ થતી નથી. ઉના શહેરમાં ઘણા મહિનાઓથી અન્ય જીલ્લાઓ તથા રાજ્યોમાંથી ઘણા લોકો ઉનામાં આવીને ભિક્ષાવૃતિ તથા અન્ય ચીજવસ્તુઓ વેચવાના બહાને બંધ મકાનની રેકી કરી અને ગુનાહીત પ્રવૃતિ કરતા હોવાની શંકાઓ લોકોમાં થતી જોવા મળે છે. પોલીસ દ્વારા આવા શખ્સોની સઘન પુછપરછ તથા પોલીસ ચોપડે બી-રોલ ભરવામાં આવે તો આવા શખ્સો-મહિલાઓની નોંધ કરવામાં આવે છે કે કેમ ? તે અંગે લોકોમાં પ્રશ્નો ઉઠી રહયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here