ઉના : શનિવારે ગરબી મંડળ દ્વારા હોમાત્મક યજ્ઞ યોજાશે

0
22
Share
Share

ઉના, તા.૨૨

ઉના શહેરમાં શરદીય નવરાત્રીનાં નવલા નોરતામાં કોવિડ-૧૯ નાં જાહેરનામા બદલ સરકારી ગાઈડલાઈન્સ મુજબ શાંતિપૂર્વક ઉનામાં આવેલ ગાયત્રી માતાજીને મંદિરે ગાયત્રી ગરબી મંડળ એ.સી.ગ્રુપ દ્વારા ભૂતડાદાદા ગરબી મંડળ, કનકાઈ માતાજીનાં મંદિર ત્થા વિવિધ ગરબી મંડળમાં માતાજીના ગરબો મુકી પુજા-અર્ચના આરતી કરી બેઠા ગરબા ગાઈ નવરાત્રી પર્વ ઉજવી રહયા છે અને અંતિમ ચરણોમાં ગાયત્રી માતાજીના મંદિરે તા.૨૩/૧૦ ના હોમાત્મક યજ્ઞ ત્થા આમોદ્રામાં રાંદલ માતાજીના મંદિરે ત્થા દેલવાડામાં કનકેશ્વરી માતાજીનાં મંદિરે હવનાષ્ટમી નિમિતે તા.૨૪/૧૦ ને શનિવારે હોમાત્મક નવચંડી યજ્ઞ સવારે પ્રારંભ કરાશે અને સાંજ ૪ કલાકે બીડાહોમ યોજાશે. તેમા પણ દર્શને આવનાર ભક્તોએ માસ્ક પહેરી, સોશ્યલ ડીસ્ટન્સ રાખી સેનીટાઈઝરનો ઉપયોગ કરી આવવા આયોજકોએ જણાવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here