ઉના : રસ્તા-સફાઈ-ગંદકી મામલે આપની પાલીકામાં રજુઆત

0
20
Share
Share

ઉના, તા.૧૭

ઉના શહેરનાં આમ આદમી પાટર્ીના પ્રમુખ રાજેશભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ ઉના નગરપાલીકાનાં ચીફ ઓફિસરને લેખીતમાં રજુઆત કરેલ છે. શહેરમાં ભીમપરા વિસ્તારમાં સીમેન્ટના રોડમાં ખોદકામ કરતા રોડ બિસ્માર થઈ ગયા છે. રાહદારીઓ વાહન ચાલકોને અકસ્માત થાય છે. તેમજ ગટર પણ તુટી ગઈ હોય જેમાં ગંદુ પાણી, કચરો, કાદવ, કીચડને કારણે મચ્છર જન્ય રોગ ચાળો ફાટવાની શકયતા છે. લોકો ગંદકીથી ત્રાહીમામ પોકારી ગયા છે. આ વિસ્તારમાં ગરીબ લોકો રહેતા હોય કોઈ તેમની રજુઆત સાંભળતુ નથી તેથી વહેલી તકે ગટર સાફ કરાવી ગંદકી દુર કરી દવાનો છંટકાવ કરી સીમેન્ટના પાકા મજબુત રોડ બનાવવા માંગણી કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here