ઉના : ભીંગરણ ગામે રહેણાંકમાંથી ૧૦૦ બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

0
12
Share
Share

ઉના તા. ૧૬

નવાબંદર મરીન પોલીસનાં પી.એસ.આઇ. કે.એન. અઘેરાની સુચનાથી ભીંગરકા ગામે દારૂનાં ગુનામાં નાસતો ફરતો બુટલેગરને પકડવા ગયેલ પોલીસ યુસુફખાન બેલીમ, ભરતભાઇ જસમતભાઇ, પ્રદીપસિંહ હરિસિંહ રાયજાદા રાત્રીના સમયે બુટલેગર અજય ધીરૂભાઇ વાજારે-ભીગરણવાળાને ત્યાં રેડ કરતા આરોપી તો મળી આવ્યો હતો તેની સાથે મકાનનાં પાછળના વાડામાં છુપાવેલી ૭૫૦ દારૂની વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૦ રૂા.૪૦,૦૦૦ ત્થા મોબાઇલ ફોન-૧ રૂા.૪૦,પ૦૦ નો મુદામાલ સાથે પકડી પાડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂનો જથ્થો લાવવામાં મદદગારી કરનાર (૧) કલ્પેશ મેઘાભાઇ બાંભણીયા (ર) ઉમેશ રામજીભાઇ વાંદરવાલા રે. ભીંગરણનું નામ ખુલતાં તેની સામે ગુનો દાખલ કરી પકડવા પી.એસ.આઇ. કે. એન. અઘેરા તપાસ કરી રહયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here