ઉના : ભાચા ગામે બી.એડ. કોલેજનાં ૪થા સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામ

0
16
Share
Share

ઉના, તા.૧૦

ઉના તાલુકાનાં ભાચા ગામે છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષિણ ક્ષેત્રે આગવુ યોગદાન આપી રહેલ બી.એમ.નાંડોળા શૈક્ષણિક સંકુલમાં ચાલતી શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંડોળા બી.એડ. કોલેજની ૪થા સેમેસ્ટરની ૨૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ આજે જાહેર થતા તમામ ૨૭ વિદ્યાર્થીએ ઉચ્ચ રેન્કથી પાસ થતા ૧૦૦ ટકા પરિણામ આવ્યુ છે. આ પરીક્ષા આપેલ મનીષાબેન ગોવિંદભાઈ નંદવાણા ૯૨.૩૨ ટકા, વર્ષાબેન કરશનભાઈ ટાંચક ૯૨.૩૨ ટકા સાથે કોલેજમાં પ્રથમ ત્થા બીજાક્રમે નીશાબેન ભગવાનભાઈ મૈયા ૯૧.૫૨% ૩જા ક્રમે ધર્મિષ્ઠાબેન ભરતભાઈ કિડેચા ૯૦.૮૮ ટકાએ પાસ થતા કોલેજના સંચાલક બચુભાઈ નાંડોળા, આચાર્ય ત્થા પ્રોફેસર, સ્ટાફે અભિનંદન આપેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here