ઉના : ભાચા ગામે ઘરમાંથી રોકડ ઘરેણા લઈને યુવતિ લાપતા

0
23
Share
Share

ઉના, તા.૯

ઉના તાલુકાના ભાચા ગામે રહેતા જેન્તીભાઈ લાલજીભાઈ જેઠવા કરીયાણાની દુકાન ત્થા ઉનામાં સીલાઈ કામ કરે છે. તેમની દિકરી પ્રિયા ઉ.વ.૨૨ ગત તા.૧/૧૦ ના રોજ બપોરના ૨.૩૦ વાગ્યે ઘરમાં કોઈને જાણ કર્યા વગર ચાલી ગઈ છે અને ઘરમાં ત્થા ગામમાં તપાસ કરવા છતા ભાળ ન મળતા ઘરે આવી તપાસ કરતા કબાટમાં રાખેલા રૂા.૪ લાખ રોકડા ત્થા તેમણે પહેરેલ ચાંદીના ઝાંઝર કાનમાં પહેરેલ સોનાની બુટી, નાકમાં પહેરેલ સોનાનો દાણો, રૂા.૨૫ હજાર દાગીના લઈને જતી રહેતા પોલીસમાં લેખીત અરજી આપી છે. યુવાન કુંવારી દિકરી જતી રહેતા તેમની ઉપર આભ ફાટી ગયુ છે. પોલીસે આ યુવાનીની શોધખોળ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here