ઉના : બોગસ તબીબને ઝડપી પાડતી એસ.ઓ.જી.

0
21
Share
Share

ઉના, તા.૧૭

ગીરસોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠીની સુચનાથી એસ.ઓ.જી.નાં પી.એસ.આઈ. વી.આર.સોનારાનાં માર્ગદર્શન હેઠળ સુભાષભાઈ ચાવડા, આઈ.બી.બાનવા, કે.જે.પીઠીયા, મેહુલસિંહ પ્રતાપસિંહ પરમારે મેડીકલ ઓફીસર ડોકટર ભાવેશભાઈ જે.રામને સાથે રાખી ઉના શહેરમાં પોષ વિસ્તાર દેલવાડા રોડ ઉપર ભૂતડાદાદાની ગલીમાં પાણીનાં ટાંકા પાસે જીતેન્દ્ર બાબુભાઈ બાંભણીયાને રંગે હાથ પકડી દવાખાનામાં રેડ કરતા ડિગ્રી માંગતા ન હોવાનુ જણાવેલ અને કલિનિકમાં જુદીજુદી જાતની એલોપેથીક દવાઓ, ઈન્જેકશનો સ્ટેથેસ્કોપ, ઓકસીજન માપવાનુ મશીન, સીરપની બોટલો છુટક નામ વગરની ગોળીઓ રૂા.૧૩૧૫ ની મળી આવેલ અને તેને પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને આ એલોપેથીક દવાઓ, ઈન્જેકશનો કયા મેડીકલ સ્ટોર્સકે હોલસેલ વેપારી પાસેથી લીધી હતી. તેમજ કેટલા વર્ષોથી પ્રેકટીસ કરતો હતો તેની માહિતી મેળવવા ઉના કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરાશે. આવી કડક કાર્યવાહી ગ્રામ્ય વિસ્તારમાં પણ કરાય તો ઘણા ઉંટવૈદા કરતા ડોકટરો બહાર આવે તેમ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here