ઉના : બે વર્ષ દરમિયાન થયેલી ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

0
10
Share
Share

આંશિક મુદામાલ કબ્જે લઈ રિમાન્ડ પર લેવા પોલીસની તજવીજ

ઉના, તા.૪

ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીને જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા સુચના આપતા ડી.સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ પીઠીયા, નિલેશભાઈ છગનભાઈ, પોલીસ કો.ભીખુશા બચુશા, ધર્મેન્દ્રસિંહ, અભિજીતસિંહ, ગોપાલભાઈ દિપસિંહ પેટ્રોલીંગમાં હતા ત્યારે ઉનાનાં વડલી ચોક પાસે બાતમીના આધારે ઈકબાલ હાજીભાઈ મકરાણીને દબોચી લઈ પોલીસ સ્ટેશને લાવી આગવી પુછપરછ કરતા તેમણે ૨૦૧૯ માં એક ત્થા ૨૦૨૦ માં વિદ્યાનગર સોસા. રામનગર ખારો તેમજ જશરાજનગરમાં ચોરી કર્યાનુ કબુલ કરતા તેમની પાસેથી સોનાનો દાણો, સર, ઓમકાર, વીંટી, ચાંદીના છડા, જુડો, બોરીયા, કડલી કુલ રૂા.૫,૪૮૦૦૦ મુદામાલ કબજે કરી ૩ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી. આ આરોપીએ બીજી કોઈ ચોરી કરેલ છે કે કેમ તે અંગે ઉના કોર્ટમાં રજુ કરેલ છે. રીમાન્ડ માટે તેની પાસેથી ચોરીના ઉપયોગમાં લેતો-૧ લોખંડનો ગણેશીયો પકડ, ડીસમીસ, લોખંડનો સળીયો પણ મળી આવેલ હતો. બીજી ચોરીના ગુનાને અંજામ આપે તે પહેલા પકડી પાડતા પોલીસ સ્ટાફને અભિનંદન મળી રહયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here