ઉના : બે કલાકમાં બે ઈંચ તોફાની વરસાદ

0
21
Share
Share

ઉના, તા.૨૩

ઉના શહેર ત્થા ગ્રામ્ય પંથકમાં મંગળવારે રાત્રીનાં વિજળીના કડાકા ભડાકા થયા હતા અને વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસી જતા રોડ ઉપર પાણી વહેવા લાગેલ હતા. ૯ વાગ્યા પછી વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો લીધો હતો. ગ્રામ્ય પંથક અમોદરા, સામતેર, દેલવાડા, નવાબંદર, સીમર, ભાચા, ખાપટ, જુડવડલીમાં ધોધમાર બે ઈંચ વરસી ગયો છે અને આમોદરામાં નદીનાં પાણી ખેતરોમાં ઘુસી જતા ખેતરો તળાવ બની ગયા છે. ચોમાસુ પાક સંપુર્ણ નીષ્ફળ ગયો છે. ઢોર માટે ઘાસચારો, માંડવીનો પાલો હતો તે પણ તણાઈ જતા ઢોરને શું ખવરાવવું તે પશુ માલીકોમાં ચિંતા ઉભી થઈ છે. ઉનાનો મોસમનો કુલ વરસાદ ૫૨ ઈંચ થયો છે. ૧૨૫૪ મી.મી.  જ્યારે ગ્રામ્ય પંથકમાં ૬૩ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here