ઉના : બાઈકની ડેકીમાંથી ૪૮ બોટલ વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

0
18
Share
Share

ઉના, તા.૨૦

ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર ચૌધરીની સુચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.પી.બાંભણીયા, અરવિંદભાઈ પરસોતમભાઈ વિજયભાઈ હાજાભાઈ, ધર્મેન્દ્રસિંહ હરાજભાઈ, ગોપાલસિંહ દિપસિંહ દેલવાડા ગામની નવાબંદર ચોકડી પાસે ઘોઘલા તરફથી આવતુ મેસ્ટ્રો મો.સા.નં.જીજે૩૨એનટી ૫૩૬૫ ઉપર આવતો મહમદ હુસેન યુસુફભાઈ શેખ વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલ નંગ ૨૪ ત્થા કુલ ૪૮ બોટલ રૂા.૧૯૨૦ ત્થા મો.સા. રૂા.૩૦ હજારની મળી રૂા.૪૯,૨૦૦ ની સાથે પકડી પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

બે જુથ વચ્ચે અથડામણ સામ સામી ફરીયાદ

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે નવા વર્ષનાં તહેવારોના દિવસમાં ભરતભાઈ જીતુભાઈ બાંભણીયાએ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સૈયદ રાજપરા ગામના વિપુલ મહેશ કામળીયા, મહેશ બાબુ કામળીયા, અજય ભીમા રાઠોડ, વિકાસ ભીમા રાઠોડ, નરેશ કિશન રાઠોડ ગાળો દઈ લાકડાના ધોકા, કુહાડી વતી હુમલો કરી ઈજા કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી જ્યારે સામા પક્ષે પણ જુના મન દુઃખનુ વેર રાખી વિકાસ ભીમા રાઠોડનાં ભાઈ અજય ભીમા ઉપર ભરત જીતુ બાંભણીયા, જીજ્ઞેશ કેશુ રાઠોડ, ઈશ્વર કેશુ રાઠોડ, વિજય પુંજા રાઠોડ, વેલજી પાંચા સોલંકીને એક સંપ કરી હુમલો કરતા વિકાસ નામના યુવાનને માથામાં ઈજા પહોંચી હતી નવાબંદર મરીન પોલીસે બન્ને જુથનાં ૧૩ લોકો સામે સામી ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here