ઉના : બંધ મકાનમાંથી રૂ.૧.૦૮ લાખની મતાની ચોરી કરી જતાં તસ્કરો

0
11
Share
Share

ઉના તા.૨૯

ઉના શહેરમાં તસ્કરો સક્રિય થઇ ગયા છે. શહેરમાં દેલવાડા રોડ પર અરજણભાઇ રાજાભાઇ ગોહિલ પોતાનું મકાન ગત તા.૨૮/૬/૨૦૨૦ના રોજ બંધ કરી ગયા હતા. આજે સવારે પરત આવતાં મુખ્ય દરવાજાનો નકુચો અને તાળા તૂટેલા હતા. ઘરમાં રૂમમાં રાખેલ લોખંડના કબાટમાં રાખેલ રૂા.૭૦ હજાર રોકડા તથા સોનાના દાણા, ઓમકાર, વીંટી, ચાંદીના છડા, ચાંદીની કડલી, ચાંદીનો ઝુડો મળી રૂા.૩૮૦૦૦ દાગીના કુલ કુલ રૂા.૧ લાખ ૮ હજારની કિંમતની ચોરી થયાની ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પીએસઆઇ એચ.વી.ચુડાસમા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તસ્કરોના સગડ મેળવવા ડોગ સ્કવોડ  તથા એફએસએલ, ફિંગર પ્રિન્ટ વાળાને બોલાવી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here