ઉના : પોસ્ટ કચેરીમાં લાઈટ જતા ખાતેદારો રોકડ ઉપાડવાથી રહયા વંચિત

0
14
Share
Share

જનરેટર હોવા છતા સર્જાયેલી સ્થિતિ

ઉના, તા.૨૧

ઉના શહેરમાં તાલુકા કક્ષાની મુખ્ય પોસ્ટ ઓફીસ આવેલ છે. આ પોસ્ટ ઓફીસમાં શહેર ત્થા તાલુકાના ઘણા ગામોના લોકોએ પોસ્ટ બચત ખાતા ખોલાવેલ છે. વિધવાઓના પેન્શન પણ જમા થાય છે. પરંતુ પોસ્ટ ઓફીસની બેન્કીંગ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. ગ્રાહકોને સંતોષકારક જવાબ મળતો નથી દર શનિવારે પીજીવીસીએલ દ્વારા સમારકામને લીધે સવારે આઠથી બપોરનાં ૪ સુધી વિજપ્રવાહ બંધ કરી દેવામાં આવે છે. ઉના પોસ્ટ ઓફીસનાં બચત ખાતાનાં ગ્રાહકો તેમના ખાતામાંથી રોકડ રૂપિયા ઉપાડવા આવે છે તો લાઈટ નથી તેમ કહી ધક્કા ખવરાવે છે. પોસ્ટ ઓફીસમાં લાખો રૂપિયાના ખર્ચે જનરેટર સેટ ફીટ કરેલ છે પરંતુ શોભાનાં ગાંઠીયા સમાન છે. જનરેટર બગડી ગયેલ હોય રીપેર કરાવતા નથી તેથી કામગીરી પણ થતી નથી. લોકોના ખાતામાં રૂપિયા જમા હોવા છતા ઉપાડી શકતા નથી. લોકોને દૂર દૂર ગામડેથી આવી ધક્કો થાય છે. આ અંગે ઉનાનાં એક વકીલ આજે તેમના બચત ખાતાની મુદત પાકી ગઈ હોય રોકડા ઉપાડવા જતા કડવો અનુભવ થયો હતો. કર્મચારીઓ અને પોસ્ટ માસ્તર દ્વારા સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યો નથી તેથી તેમણે જીલ્લાની મુખ્ય પોસ્ટ ઓફીસમાં ફરીયાદ કરી ઉના પોસ્ટ ઓફીસનુ જનરેટર રીપેર કરાવી શરૂ કરાવે અને પોસ્ટ ઓફીસમાં ખાતા ધારકોને સંતોષ થાય તેવી કામગીરી કરાય તેવી લોક માંગણી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here