ઉના : નવા ખેડૂત બીલનો વિરોધ કરતા આપનાં ૧૧ કાર્યકરોની અટક

0
23
Share
Share

ઉના, તા.૨૪

તાજેતરમાં લોકસભા-રાજ્યસભામાં એનડીએ સરકારે બહુમતિના જોરે ખેતી-ખેડુતોના લગતા ૩ બિલ પસાર કરાવેલ છે. આ બિલોથી ખેડુતોને નુકશાન થાય તેમ હોય તેથી આ બિલનો વિરોધ કરવા અને રાષ્ટ્રપતિને લખેલ આવેદન પત્ર ઉના શહેર આમ આદમી પાટર્ીના પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા, તાલુકા પ્રમુખ રાજુભાઈ દ્વારકાદાસ ગટેચા, જીલ્લા અઘ્યક્ષ દિનેશભાઈ મોરી, જીલ્લા મહામંત્રી મનુભાઈ એસ.મોરી, પ્રભારી મગનભાઈ ગજેરા, તાલુકા મહામંત્રી ભરતભાઈ કામલીયા સહીત ૧૧ થી વધુ આગેવાનો ત્રિકોણ બાગ પાસે બાબા સાહેબ આંબેડકરજીના પુતળા પાસેથી ટાવર ચોક રેલી રૂપે જતા હતા અને ત્યાં સુત્રોચ્ચારો કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા જાય તે પહેલા ઉના પોલીસે તમામ ૧૧ આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા. આગેવાનોએ જણાવેલ કે ભારત દેશમાં લોકશાહી કે સરમુખત્યાર શાહી છે ? લોકોને પોતાનો વિરોધ કરવાનો પણ શું અધિકાર નથી. અંતે આવેદનપત્ર પ્રાંત અધિકારીને મોકલી આપેલ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here