ઉના : નવરાત્રી સંદર્ભે મામલતદાર કચેરી ખાતે આયોજકોની બેઠક યોજાઈ

0
19
Share
Share

ઉના, તા.૧૫

આગામી તા.૧૭/૧૦ ને શનિવારથી શરદીય નવરાત્રીનાં નોરતાનો પ્રારંભ થઈ રહયો હોય આજરોજ ઉના મામલતદાર કચેરીમાં મામલતદાર કનુભાઈ નીનામા પી.આઈ. વિજયસિંહ ચૌધરી, નાયબ મામલતદાર પ્રજાપતિની આગેવાની હેઠળ બેઠક મળી હતી. જેમાં ગરબી મંડળના આયોજકો નગરપાલીકાનાં ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી, ગાયત્રી ગરબી મંડળના પ્રમુખ અશ્વીનભાઈ ડાભી, પરેશભાઈ બાંભણીયા, એ.સી.ગ્રુપનાં મહેકભાઈ બાંભણીયા વિગેરે આયોજકો હાજરી આપી હતી.

આવતા નવરાત્રી મહોત્સવ રાજ્ય સરકારની ગાઈડ લાઈન નિયમ મુજબ રાત્રીના એક કલાક માતાજીનાં સાનિઘ્યમાં આરતી, પુજા અર્ચના કરવી. સોશ્યલ અંતરનું પાલન કરવુ, વધુ લોકો ભેગા ન થવા આવનાર દરેકનુ થર્મલ ચેકીંગ અને સેનીટાઈઝ કરવુ અને જો કોઈ ભંગ કરશે તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે ગરબા રમવા કે ખેલવા ઉપર પ્રતિબંધ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here