ઉના નજીક રીક્ષા પલ્ટી જતાં ચાલકનું મોત, ત્રણને ઇજા

0
30
Share
Share

ઉના તા. ર૩

ઉનાના દેલવાડા ખજુદ્રા ગામ વચ્ચે આવેલ દાંડી ગામના પાટીયા નજીક આવેલ નાળા પાસે મજુરો ભરેલી છકડો રીક્ષા મજુદ્રા ગામે સાત વાગ્યાની આસપાસ જતી હતી. એ દરમ્યાન રાત્રીના અંધારામાં અચાનક રીક્ષા ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ખાઇ જતા બેઠેલા તમામ મજુરો મહીલા સહીત ૭ વ્યકિતઓ નીચે પડી ગયેલ જેમાં રિક્ષા ચાલક છગનભાઇ ભાયાભાઇ સોલંકીને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનુ ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. જયારે રીક્ષામાં ભરતભાઇ બાંભણીયા, હંસાબેન સાંખટ, જસીબેન સોલંકી, સોનીબેન રાઠોડ, દિનેશભાઇ સાંખટ, લાભુબેન સોલંકી, પાયલબેન છેલાણા તેમજ રીક્ષા ચાલક છગનભાઇ સોલંકી સહીત ૮ વ્યકિતઓને રીક્ષામાં સવાર હતા. જેમાં ત્રણને ગંભીર ઇજા થઇ હતી. જયારે અન્ય લોકોને નાના મોટી ઇજા થતા ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઉના ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. જયા ઇજાગ્રસ્ત લોકોના પરીવારોને જાણ થતા તાત્કાલીક હોસ્પીટલે દોડી ગયા હતા. આ અંગેની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here