ઉના : ધ્રાબાવર ગામે ૨૨ વર્ષ પૂર્વે જીવલેણ હુમલાનાં ગુન્હામાં ૭ આરોપી પૈકી પાંચને ત્રણ વર્ષની સજા-દંડ, એક નિર્દોષ

0
17
Share
Share

ખેતરનાં સેઢે પાળો હટાવવા ગેરકાયદે મંડળી રચીને કરેલા હુમલામાં જ્યુડી.કોર્ટનો હુકમ, એક આરોપી મૃત્યુ પામ્યો હતો

ઉના, તા.૧૮

જાણવા મળતી વિગત મુજબ તા.૮/૬/૧૯૯૮ રોજ ઉના તાલુકાનાં ધ્રાબાવડ ગામની સીમમાં ઉકાભાઈ રવજીભાઈનુ ખેતર ત્થા પટેલ અમુભાઈ માલાનુ ખેતર એક સેઢે આવેલ હોય અમુભાઈ ત્થા ભાઈઓએ પથ્થર નાખી પાળો બનાવેલ હોય તો ઉકાભાઈ રવજીભાઈએ હટાવી લેવાનુ કહેતા આરોપીએ રસ્તો ખુલ્લો કરવાની ના પાડી પટેલ અમુભાઈ માધા, પટેલ બાલુભાઈ માધા, પટેલ નનુભાઈ માધા, ગોવાળ રણશી અમરાભાઈ, રબારી ઉકાભાઈ રામભાઈ, પટેલ દિનેશ અમુભાઈ, પટેલ મનસુખભાઈ ડાયાએ એક સંપ કરી ગે.કા.મંડળી રચી લાકડી વતી હુમલો કરતા ઉકાભાઈ રવજી, કાંતીભાઈ ઉકાભાઈ ત્થા શાંતાબેન ઉકાભાઈને માથામાં ત્થા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમાં ઉના દવાખાને સારવાર માટે લાવેલ હતા અને પોલીસ સ્ટેશનમાં ૭ આરોપી સામે ગુનો નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, બીપીએકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હુમલામાં વપરાયેલ હથીયાર કબ્જે કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જામીન ઉપર છોડેલ હતા.

આ બનાવનો કેસ ગીરગઢડામાં આવેલ મે.જ્યુડી.મેજી. ફસ્ટકલાસની કોર્ટમાં ચાલેલ હતો. સરકાર પક્ષે સરકારી વકીલ એ.બી.તલાવીયા ત્થા એમ.એચ.બાંભણીયાએ આરોપીની ઉલટ તપાસ ફરીયાદીની જુબાની, પંચ, સાહેદની જુબાની ડોકટર, પોલીસ અધિકારીની જુબાની પુરાવા રજુ કરી આકરામાં આકરી સજા કરવા ભલામણ કરી હતી.

તેથી જ્યુ.મેજી.ફ.કોર્ટના જજ સુનીલકુમાર પી.દવેએ તમામ પુરાવા આધાર નજરમાં રાખી સરકારી વકીલની દલીલો ઘ્યાને લઈ આરોપી પટેલ અમુ માધા, પટેલ બાલુ માધુ, પટેલ નનુ માધા, રબારી ઉકાભાઈ રામભાઈ, પટેલ મનસુખ ડાયાભાઈને આઈપીસી ૩૨૬ માં ૩ વર્ષની સખ્ત કેદની સજા ત્થા દરેકને રૂા.૫૦૦૦ દંડ ત્થા આઈપીસી ૧૪૮ માં ૧ વર્ષની સખત કેદની સજા પ્રત્યેકને રૂા.૩૦૦૦ દંડની સજા કરી હતી.

પાંચે આરોપીઓને સજા ભોગવવાની રહેશે રોકડ દંડ ન ભરે તો વધુ ૯ મહિના સજા ભોગવવાની રહેશે ૧ આરોપી રણશી અમરા ગોવાળ મૃત્યુ પામેલ હોય તેમજ જે દંડની રકમ ભરાય તેમાંથી ફરીયાદી પક્ષે ઈજા પામનાર ઉકાભાઈ રવજીભાઈ, કાંતીભાઈ ઉકાભાઈ, શાંતાબેન ઉકાભાઈને રૂા.૫૦૦૦ સહાય ચુકવી આપવા હુકમ કર્યો હતો. આરોપીઓ જામીન ઉપર મુકત હોય તેમને ઝડપી જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.

એક આરોપીનુ મોત નિપજ્યું હતુ જ્યારે એકનો નિદરેષ છુટકારો

આ કેસમાં આરોપી ગોવાળ રણશી અમરા કેસ ચાલ્યો તે દરમ્યાન અવસાન પામેલ હોય તેની સામે કોસ એપ્લેટ કરવામાં આવેલ છે જ્યારે આરોપી પટેલ દિનેશ અમુભાઈ ઉ.વ.૧૮ ને કલમ ૨૪૮(૧) અન્વયે નીદરેષ છોડી મુકવા કોર્ટે હુકમ કરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here