ઉના : દેલવાડા રોડ પર અજાણ્યા વાહન હડફેટે બાઈક ચાલકને ઈજા

0
22
Share
Share

વિજ કર્મી.એ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડ્યો

ઉના, તા.૨૧

ઉના-દેલવાડા રોડ ઉપર બેંક સોસાયટી આગળ એક અજાણ્યા મોટર સાયકલ ચાલકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી રોડ ઉપર પછાડી દેતા ગંભીર ઈજા સાથે બેભાન થઈ ગયા હતા જેને કોડીનાર પીજીવીસીએલ કચેરીમાં નોકરી કરતા દિપકભાઈ ગોહીલ તેમના પિતાને લઈ દવાખાને બતાવવા આવેલ ત્યારે આ બનાવ જોતા તુરંત ઘટના સ્થળે પહોંચેલ અને બીજા લોકો પણ મદદ માટે આવી ગયેલા દિપકભાઈએ તુરંત ૧૦૮ ને ફોન કરી બોલાવી અને ઈજા પામનાર શખ્સને હોસ્પિટલે પહોંચાડી જીવ બચાવ્યો હતો ત્યારબાદ તેમના વાહન મારફત તેમના પિતાને લઈ કોડીનાર જવા રવાના થયા હતા. દિપકભાઈ ગોહિલની માનવતાને કારણે ઈજા પામનારને સમયસર સારવાર મળી જતા જીંદગી બચી ગઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here