ઉના : દેલવાડા ગામની નદીમાં બે મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ

0
27
Share
Share

વન વિભાગ દ્વારા મગરને પકડી ડેમમાં છોડવા લોક માંગ

ઉના, તા.૨૪

ઉનાનાં દેલવાડા ગામની સીમમાં પસાર થતી મછુન્દ્રી નદીમાં વિશાળ મહાકાય મગર નદી કાંઠે પાણીમાં તરતી જોવા મળતા લોકો જોવા ઉમટી પડયા હતા અને નદીમાં નાહતા અને કપડા ધોતી મહિલામાં ભય ફેલાયો હતો. આ મગર તાજેતરમાં ભારે વરસાદથી જંગલમાં આવેલ મછુન્દ્રી ડેમ ઓવરફલો થતા તણાઈને આવી છે. અગાઉ ઉનામાં મોદેશ્વરનાં કાંઠે, શાહ બાગ પાસે ધુળકોટીયા પાસે મગર જોવા મળી હતી. એક મગરનો ઉના શહેરમાં ચંદ્ર કિરણ સોસાયટી વાડી વિસ્તારમાં આવી ગઈ હતી. વન વિભાગ દ્વારા નવા બંદર, દેલવાડા, ઉના ખાપટ, જુડવડલી, ફાટસર, દ્રોણ સુધી નદીમાં રેસ્કયુ કરી જે મગર બહાર આવી છે તેને પકડી પાછી મછુન્દ્રી ડેમમાં છોડવા માંગણી ઉઠી છે. કોઈ માનવી ઉપર હુમલો કરે તે પહેલા મગરને વન વિભાગ પકડશે ખરૂ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here