ઉના : તડ ગામ નજીક વિદેશી દારૂની ૭૮૦ બોટલ સાથે ચાર બાઈક ઝડપાયા

0
16
Share
Share

પોલીસે એક આરોપીને ઝડપી લીધો, છ ફરાર

ઉના, તા.૧૩

ઉનાનાં તડ ગામની દરીયાઈ ખાડી વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતરવાની બાતમી નવા બંદર મરીન પોલીસને મળતા જુનાગઢ રેન્જ આઈ.જી.પી. મનિંદરસીંગ પવારત્થા જીલ્લા પોલીસવડા રાહુલભાઈ ત્રિપાઠીની સુચનાથી પી.એસ.આઈ. કે.વી.પરમાર, હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ બી.મોરી, સરમણભાઈ છેલણા, પ્રદિપસિંહ રાયજાદા, મનુભાઈ વાળા, મોહનભાઈ મકવાણા, હસમુખભાઈ ચાવડા, પ્રદીપભાઈ વંશ કડક પેટ્રોલીંગ કરી ખાડી પાસે મુસ્તાક ઉર્ફે બરકતબાબા નુરમહમદ કટારીયાને પકડી તપાસ કરતા મોટર સાયકલ ઉપર થેલામાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૮૦ રૂા.૩૯ હજારની કિંમતની ત્થા મોટર સાયકલ રૂા.૫૦,૦૦૦, હોન્ડા સ્કુટર જીજે૩૨એલ ૪૨૫૬, રૂા.૨૫૦૦૦, મોસ્ટ્રો સ્કુટર જીજે૦૧એફડલ્બયુ ૯૪૨૮ રૂા.૨૫૦૦૦, હોન્ડા મો.સા. જીજે૩૨એલ ૮૮૩૬ રૂા.૫૦,૦૦૦, મોબાઈલ ફોન-૧ રૂા.૧૦,૦૦૦, ૫૦૦૦ મોબાઈલ-૪ ૨ લાખ ૯૫૦૦, મુદામાલ પકડી પાડેલ હતો. તેના સાથીદાર રોહીત ભીખાભાઈ, દિપેશ ઉર્ફે દીપુ, કેશવભાઈ, રાજદિપ જેસીંગ ડોડીયા, રાકેશ ગોવિંદ સોલંકી, અશોક મેઘાભાઈ ચારણીયા, અશોક મેઘાભાઈ ચારણીયા અને એક અજાણ્યો શખ્સ નાસી છુટતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા પી.એસ.આઈ. કે.વી.પરમારે તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here