ઉના : ચોરાઉ બાઈકનાં પાર્ટસ સાથે શખ્સ ઝડપાયો

0
12
Share
Share

ઉના, તા.૧૭

ઉના શહેરમાં મોદેશ્વર જતા રોડ ઉપર સર્કિટ હાઉસ પાસે ઓટો ગેરેજ ધરાવતા ફારૂકભાઈ અલ્લારખાભાઈ મન્સુરીને ગીર સોમનાથ જીલ્લાની એસ.ઓ.જી. પોલીસ એસ.પી.ચાવડા, આઈ.બી.બાનવા, કમલેશભાઈ, મેહુલસિંહ પ્રતાપસિંહએ બાતમીના આધારે તપાસ કરતા તેમના ઘરમાંથી હોન્ડા કાું.ની એન્જીન ૧, હિરો હોન્ડા કાું.એન્જી-૨ કુલ ૩ એન્જીન ત્થા ખુલેલા એન્જીનનાં અલગ-અલગ લોખંડના પડીયા કુલ ૬૬ પડીયા મળી રૂા.૨૩૫૦૦ નો મુદામાલ શંકાસ્પદ જણાતા ૧૦૨ મુજબ કબ્જે કરી આ શખ્સને કલમ ૪૧(૧) ડી. મુજબ ઉના પોલીસે સ્ટેશને લાવી આ એન્જીન ત્થા મોટર સાયકલનાં સ્પેરપાર્ટ કોની પાસેથી ખરીદેલ કે ચોરીની મોટરસાયકલ સ્પેરપાર્ટ છુટા પાડી વેચતો હોય તેની તપાસ કરી રહયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here