ઉના : ઉમેજ ગામે મધમાખીના હુમલાથી વૃધ્ધ ખેડૂત સારવારમાં

0
24
Share
Share

ઉના તા. ર૬

ઊનાના ઉમેજ થી પાતાપુર ગામે જતા રોડ પર આવેલ માલીકીની જમીનમાં એક ઝાંડ પરથી ઝેરી મધમાખીનુ ઝુંડ ત્રાટકતા વૃધ્ધ પર હુમલો કરી દીધેલ હતો. અને વૃધ્ધના મોઢા પર ડંખ મારી ઇજા કરતા ઇમરજન્સી ૧૦૮ મારફતે સરકારી હોસ્પીટલે ખસેડાયા હતા..

ઉમેજ ગામે રહેતા સોમાભાઇ હીરાભાઇ જાદવ ઉ.વ. ૭૦ તેવો પોતાની આંબાની વાડીમાં ખેતી કામ કરતા હતા. ત્યારે અચાનક ઝાંડ માંથી ઝેરી મધમાખીનું ઝુંડ ત્રાટકતા વૃધ્ધ પર હુમલો કરતા માઢાના ભાગે ડંખ મારી દીધેલ અને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. જોકે આજુબાજુના વાડી વિસ્તારના લોકોને જાણ થતાં તાત્કાલીક દોડી ગયા હતા.

અને ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરતા હરીભાઇ ડોડીયા અને નરેશભાઇ આહીર તાત્કાલીક પહોચી જઇ એમ્બ્યુલન્સ મારફતે ઊના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here