ઉનામાં શહિદ વીર જવાનનાં પત્નીને એક્સમેન સંગઠન દ્વારા નવું મકાન અર્પણ કરાયું

0
21
Share
Share

પતિ શહિદ થયા બાદ ત્રણ સંતાનોના માતા આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરતા હતા

ગિરગઢડા તા.૮

ગીર સોમનાથના ઉના ખાતે તાજેતરમાં એક અદભુત પ્રસંગ યોજાયો.ભારતીય સેનામાં ફરજ બજાવતા પરેશભાઈ બામણિયા પોતાની ફરજ નિભાવતા દેશને કાજ શહિદ થયા.પાછળ પોતાની પત્ની અને ત્રણ બાળકોને વિલાપ કરતા છોડી ગયા..શહિદ વિરની પત્નીને માથે ત્રણેય સંતાનોના ઉછેર, અભ્યાસની જવાદારી અચાનક આવી પડી ત્યારે તેઓ પણ ચિંતિત હતા.ભાડાના મકાનમાં રહેતા શહીદ જવાનના પત્ની મકાન ભાડું પણ કેમ કરી ચૂકવવું તેની વિમાસણમાં હતા.ત્યારે સેનામાં જે કંપનીમાં પરેશ ભાઈ ફરજ બજાવતા હતા તે ૧૧-ગ્રેનેડિયર બી.કંપની તેઓની સહાયે આવી.સન.૨૦૧૭ માં ૧૧-ગ્રેનેડિયર બી.કંપનીના એક્સમેનનું સંગઠન રચાયું હતું.તેના મૂળભૂત ઉદ્દેશો પૈકીના એક પ્રમાણે કંપનીના શહીદ થયેલા જવાનના પરિવારની સ્થિતિ નબળી હોય તો તેવા શહીદ જવાનના પરિવારને બનતી મદદ કરવી.શહીદ વીરની સન્નારીઓ નું સન્માન કરવું.વગેરે બાબતે આ સંગઠન કામ કરવા લાગ્યું. ૧૧-ગ્રેનેડિયર બી.કંપની નાં રિટાયર્ડ આર્મીમેન નાં સંગઠનના ધ્યાનમાં આવ્યું કે આપણી કંપનીના શહીદ વીર પરેશભાઈ બામણિયાનો પરિવાર ઉના ખાતે આર્થિક નબળી પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરે છે.આથી સંગઠનના સૌ સભ્યોએ એકઠા થઈ રુપિયા ૨૫ લાખ જેવું ભંડોળ એકઠું કરી ઉના ખાતે નવું મકાન ખરીદી શહીદ વીર પરેશભાઈ બામણિયા નાં પત્નીને ભેટ ધર્યું…!! આવી માનવતા અને પારિવારિક ભાવના જો ક્યાંય જોવા મળતી હોય તો તે માત્ર ભારતીય સેનામાં જ જોવા મળે છે.મા ભોમને કાજે અને ત્રિરંગાની આન,બાન અને શાન ને જાળવી રાખવા માટે જ્યારે સેનાનો જવાન શહીદ થાય છે. ત્યારે સેનાને તો તેની ખોટ કાયમી પડેજ છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here