ઉના, તા.૩૦
ઉના શહેરમાં ૧૫ દિવસ પહેલા ગાયત્રી સોસાયટી પાછળ નીલકમલ સોસાયટીમાં તસ્કરોએ બંધ દરવાજાનાં તાળા તોડી કબાટમાં રાખેલ રોકડા રૂપિયા સોના-ચાંદીના દાગીના મળી રૂા.૯૪ હજારની ચોરી થઈ હતી. જેની ઉના પોલીસે ૪ આરોપી, અબ્બાસ લતીફ ગુલાબ હુસેન શેખ, વિપુલ ભાણજીભાઈ ચૌહાણ, હસમુખ ભીખાભાઈ જેઠવા, અરવિંદ ઉર્ફે રીંગણો, પરમાનસિંહને પકડી પાડેલ હતા. તમામ આરોપીના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તપાનીસ અધિકારી એચ.વી.ચુડાસમાએ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગતા બે દિવસની રીમાન્ડ મંજુર કરી હતી. આ આરોપી પૈકી વિપુલ ભાણજી ચૌહાણ પાસેથી પોલીસે રોકડા રૂા.૧૭૫૦૦ કબજે કરેલ હતા. બાકીના ચોરીના સોના-ચાંદીના દાગીનાં કયાં છુપાવેલ છે. અથવા કોને વેચી નાખેલ તેની તપાસ ઉના પોલીસ કરી રહયા છે.
પરાપીપળીયા ગામે મકાનની દિવાલ પડતાં વૃધ્ધાને ઇજા
પરા પીપળીયા ગામ ખોડીયાર કોલોની મા રાત્રિના મકાનમાં રસોડા ની દિવાલ ધસી પડતા લીલાબેન અમુભાઈ ચૌહાણ (ઉ.વ ૬૨) નામના વૃદ્ધાને ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધા જામનગરના વતની છે તેમના ભત્રીજા પ્રફુલ ચૌહાણે થોડા દિવસ પૂર્વે આપઘાત કર્યો હોય તેઓ અહીં તેના ઉઠમણામાં આવ્યા હતા. બાદમાં એક દિવસ માટે રોકાઈ ગયા હતા દરમિયાન રાત્રિના આ ઘટના બની હતી. વૃદ્ધાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.