ઉનાનાં ખોડીયાર મંદિરે કાલે જન્મ જયંતિ મહોત્સવ

0
56
Share
Share

ઉના, તા.૧૮

અહીંયા દેલવાડા રોડ ઉપર આવેલા આઈશ્રી ખોડીયારધામ મંદિરે પુજારી છેલદાદા તથા ભક્તો દ્વારા આવતીકાલે શનિવારે ખોડીયાર માતાજીનો જન્મ જયંતિ ઉત્સવ આસ્થાભેર ધામધુમથી ઉજવાશે. આ પ્રસંગે સવારે હોમાત્મક નવચંડી યજ્ઞમાં ૧૧ થી વધુ યજમાન દંપતિઓ હવનમાં જોડાશે જ્યારે બપોરે ૧૨.૩૦ કલાકે બીડુ હોમાયા બાદ આરતી તથા ૧ વાગ્યે મહાપ્રસાદ યોજાશે. તમામ ભક્તજનોને લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here