ઉનાઃ રસ્તાનું કામ કરતાં ત્રણ શ્રમિકો પર લુખ્ખા ટોળકીનો હુમલો

0
9
Share
Share

ઉના, તા.૨૯

ઊના બસ્ટેશન પાછળના ભાગે આવેલ ગોપાલ વાડી વિસ્તારમાં ઊના નગરપાલીકા દ્વારા સી સી રોડ રોડનું કામ શરૂ હોય જેમાં મજુરો કામ કરી રહ્યા હતા. ત્યારે શક્સ રસ્તા પરથી બાઇક લઇ ચાલવા બાબતે શખ્સે મજુર સાથે ઝગડો કરેલ હોય અને બાદમાં શખ્સ ઉશ્કેરાઇ જઇ અન્ય ૧૦ થી વધુ શખ્સોને બોલાવી તલવાર, લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયાર વડે હુમલો કરતા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોચાડી હતી. જ્યારે એક મજુર યુવાનને માથાના તથા હાથના ભાગે તલવાર લાગી જતાં ગંભીર ઇજા પહોચતા સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ હોવાનું જાણવા મળેલ છે. હુમલો કરનાર શખ્સો કોણ છે તેની ઓળખ માટે પોલીસે સી સી ટીવી કેમેરાના ફુટેજ આધારે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. આ અંગેની પોલીસ ફરીયાદ નોધાવવા કવાયત હાથ ધરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here