ઉનાઃસૈયદ રાજપરા ગામે સફાઈના અભાવે ગંદકી-કાદવ કીચડ ફેલાયો

0
9
Share
Share

ઉના, તા.૩૦

ઉના તાલુકા નાં શૈયદ રાજપરા ગામની શેરી-બજારમાં ગ્રામપંચાયત દ્વારા ગટરની નિયમિત સફાઈ થતી ન હોય ગંદુપાણી, કાદવ, કીચડથી ઉભરાય છે. ગટરનું પાણી રોડ ઉપર વહેતા ગામમાં મચ્છરજન્ય રોગ ચાળો મેલેરીયા, ડેન્ગ્યુ,ચીકલગુનીયાનાં  ઝપેટમાં ગ્રામજનો આવી રહ્યા છે. ખુલ્લી ગટરને કારણે ટ્રેકટર તથા વાહન ફસાઈ જતા ચકકા જામ થઈ જાય છે. અને ગ્રામપંચાયતનાં હોદેદારો બધુ મણતા હોવાછતા કુંભકર્ણની નિદ્રામાં છે વહેલી તકે ગટરની સફાઈ કરાવી જંતુનાશક દવાનો છટકાવ કરાવાય તેવી લોકમાંગણી ઉઠી છે. હાલ ચોમાસામાં રોગચાળો વધે તે પહેલા તાલુકા, જીલ્લા નાં વહીવટીં તંત્ર કામગીરી કરાવે તેવી માંગણી ઉઠી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here