ઉદ્યોગપતિ મિત્રોને દેશની સંપત્તિ હેન્ડઓવર કરાઈ રહી છેઃ રાહુલ ગાંધી

0
28
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટ ૨૦૨૧ પર નિરાશા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આ બજેટમાં ગરીબો માટે કંઈ નથી. તેમણે કહ્યું કે, ગરીબોના હાથમાં રોકડની વાત તો ભૂલી જ જાઓ. નરેન્દ્ર મોદી સરકાર પોતાના મૂડીપતિ દોસ્તોના હાથમાં દેશની સંપત્તિ સોંપવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અનેકવાર સરકારને ગરીબોના હાથમાં સીધી રોકડ ટ્રાન્સપરની માંગ કરતા આવ્યા છે. કોરોના મહામારીના સમયે પણ રાહુલ ગાંધીએ આ માંગ કરી હતી.

રાહુલ ગાંધીનો તર્ક છે કે જો ગરીબોના હાથમાં પૈસા આવશે તો ખર્ચ કરી શકશે અને જો ખર્ચ કરશે તો ઇકોનોમીને ગતિ મળશે. આ વખતે બજેટમાં સરકારે એવી કોઈ યોજનાની જાહેરાત નથી કરી. આ બજેટમાં કેન્દ્ર સરકારે અનેક વીમા, રેલવે સેક્ટર, બેંક ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય કર્યો છે. સરકારને આશા છે કે આનાથી સરકારને રૂપિયા મળશે, જેનો ઉપયોગ સરકારી યોજનાઓમાં કરવામાં આવશે. રાહુલ ગાંધીએ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગરીબોના હાથમાં રોકડ આપવાની વાત તો ભૂલી જ જાઓ, મોદી સરકાર ભારતની સંપત્તિને પોતાના મૂડીપતિ દોસ્તોને હેન્ડઑવર કરવાની તૈયારી કરી રહી છે.

બજેટ રજૂ થયા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, આ બજેટમાં સરકારે ખેડૂતો, મજૂરોને રોજગાર આપવાની જોગવાઈ કરવી જોઇએ. મધ્યમ ઉદ્યોગોને મદદ મળવી જોઇએ જેથી નવી નોકરીઓ પેદા થઈ શકે છે. લોકોના જીવ બચી શકે તે માટે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખર્ચા વધારવા જોઇએ. આ ઉપરાંત સરકારે સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ વધારવો જોઇએ. બીજી તરફ બજેટને લઇને પીએમ મોદીએ કહ્યું છે કે, આ બજેટ નવા ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે. બજેટ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બદલાવ લાવશે, સાથે જ યુવાનોને અનેક તકો આપવાનું કામ કરશે.

કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔઝલા સંસદમાં કાળા કપડા પહેરી આવ્યા

કોંગ્રેસ સાંસદે બજેટના વિરોધમાં કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો

કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔઝલા સંસદમાં કાળા કપડા પહેરીને આવ્યા છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણના પણ બહિષ્કાર કર્યો હતો. હવે ખેડૂત આંદોલનના મુદ્દે કોંગ્રેસ સાંસદ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here