ઉદ્ધવને કંગનાનો લલકારઃ આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે

0
22
Share
Share

મુંબઇ,તા.૯

બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે એક વિડીયો ટ્‌વીટ કરીને મહારાષ્ટ્ર સરકારને જવાબ આપ્યો છે. કંગના રનૌતે પોતાના આ વિડીયોમાં કહ્યું કે, “ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તે ફિલ્મ માફિયાઓ સાથે મળીને, મારું ઘર તોડીને મારી સાથે ઘણો મોટો બદલો લીધો છે? આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે, યાદ રાખજે હંમેશા એક જેવું નથી હોતુ.”

કંગનાએ આ વિડીયોમાં કહ્યું કે, “અને મને લાગે છે કે તમે મારા પર ઘણું મોટું અહેસાન કર્યું છે, કેમકે મને ખબર તો હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીત્યું હશે. આજે મેં અનુભવ્યું છે અને આજે હું દેશને વચન આપું છું કે હું ફક્ત અયોધ્યા પર જ નહીં, કાશ્મીર પર પણ ફિલ્મ બનાવીશ અને દેશવાસીઓને જગાડીશ.

કંગનાએ કહ્યું કે, “મને ખબર હતી કે મારી સાથે થશે તો થશે, પરંતુ મારી સાથે થયું છે. આનો કોઈ મતલબ છે, આના ઘણા ઉદ્દેશ છે, અને ઉદ્ધવ ઠાકરે આ જે ક્રુરતા અને આ જે આતંક છે, સારું થયું કે મારી સાથે થયું, કેમકે આના ઘણા અર્થ છે.” કંગનાએ વિડીયોને ખત્મ કરીને અંતમાં હાથ જોડીને જય હિંદ – જય મહારાષ્ટ્ર કહ્યું. વિડીયોના કેપ્શનમાં કંગનાએ લખ્યું છે કે, ‘તમે જે કર્યું સારું કર્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here