ઉદિત નારાયણને દીકરો ન હોત તો ઇન્ડસ્ટ્રી વધારે ગંભીરતા સાથે જોતી હોત : આદિત્ય

0
17
Share
Share

મુંબઈ,તા.૧૪

બોલિવૂડમાં નેપોટિઝમન ઉપર ચાલી રહેલી ચર્ચામાં આદિત્ય નારાયણે ખુલાસો કર્યો છે. ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્નગ્રંથિથી જોડાવાનો છે ત્યારે આદિત્ય પોતાની પ્રોફેશનલ કેરિયર વિશે મુક્તમને વાત કરતો જોવા મળ્યો હતો. તાજેતરમાં એક પત્રકારો સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, નેપોટિઝમ આખી બાબત જ અલગ છે.

તેણે નેપોટિઝમ વિશે જે કહ્યું તેના કારણે ઈન્ડસ્ટ્રીમાં બે ભાગ પડી ગયા છે. આદિત્યએ જણાવ્યું કે, હું ઉદિત નારાયણનો દીકરો ન હોત તો ઈન્ડસ્ટ્રી મને વધારે ગંભીરતાથી જોતી હોત. તેણે જણાવ્યું કે, મારા પિતા ઈન્ડસ્ટ્રીના જાણીતા વ્યક્તિ ન હોત તો હું વધારે મોટી પ્રસિદ્ધિ પામી શક્યો હોત. મારા પિતા જાણીતા સિંગર છે તેના કારણે મને ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવામાં ક્યાંક મુશ્કેલી પડી છે. કદાચ નેપોટિઝમના કારણે પહેલી વખત કામ મળી જાય પણ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું હોય તો તમારું વ્યક્તિગત ટેલેન્ટ જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here