ઉત્તર પ્રદેશમાં વિધાનસભા સત્ર પહેલા ૨૪ અધિકારી કોરોના પોઝિટિવ

0
11
Share
Share

લખનૌ,તા.૧૮

ઉત્તર પ્રદેશમાં ચોમાસુ સત્ર શરૂ થયા પહેલા જ વિધાનસભાના ૨૦ સ્ટાફ ટેસ્ટમાં કોરોના પોઝિટીવ આવ્યા છે. સત્ર શરૂ થયા પહેલા વિધાનસભા અને અન્ય લગભગ ૬૦૦ કર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના પોઝિટીવ મળેલા વિધાનસભાના સ્ટાફમાં સુરક્ષા ગાર્ડ પણ સામેલ છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાનુ ચોમાસુ સત્ર ૨૦ ઓગસ્ટથી શરૂ થઈ રહ્યુ છે. ચોમાસુ સત્ર પહેલા તમામ ધારાસભ્ય અને વિધાનસભાના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યુ હતુ. વિધાનસભાનુ ચોમાસુ સત્ર ત્રણ દિવસનુ હશે.

વિધાનસભા અધ્યક્ષ હૃદય નારાયણ દીક્ષિતે જણાવ્યુ હતુ કે કોરોના સંક્રમણથી બચવા માટે જરૂરી સાવચેતીને લઈને તે તમામ દળના નેતાઓની સાથે બેઠક કરી ચૂક્યા છે. વિધાનસભાના સ્પીકર આજે વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થાનું તપાસ કરશે. જે બાદ ૧૯ ઓગસ્ટે તમામ દળોના નેતાઓની સાથે બેઠક હશે. જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. સ્પીકર કોરોનાથી બચવા માટે જરૂરી સાવચેતીને પગલે તે તમામ દળોના નેતાઓ સાથે બેઠક કરી ચૂક્યા છે.

વિધાનસભા અધ્યક્ષ અનુસાર સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરવા માટે સદનમાં ધારાસભ્યોની સીટની વચ્ચે એક સીટનું અંતર રાખવામાં આવશે. લોબી એરિયા અને દર્શક ગેલેરીનો પણ ઉપયોગ કરવામા આવશે. નિયમો અનુસાર ૬ મહિનાની અંદર સત્ર બોલાવવુ જરૂરી છે. તેથી ત્રણ દિવસનુ સત્ર બોલાવવામાં આવ્યુ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here