ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીને નહીં અડવાની ચેતવણી આપી

0
21
Share
Share

બર્ડ ફ્લૂને લઈ કોઇ ઘાયલ પક્ષી જણાય તો સેવાભાવી સંસ્થા કે સરકારી સંસ્થાનો સંપર્ક કરવા પણ જણાવાયું

ગાંધીનગર,તા.૯

અમદાવાદ બર્ડ ફ્લુની એન્ટ્રી ગુજરાતમાં થઇ ચુકી છે. આ અંગેના કેટલાક સેમ્પલ લઇને ભોપાલ ખાતેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જો કે લાંબા સમયક્ષી પક્ષીઓનાં મોતના અનેક કિસ્સાઓ સામે આવતા પોલીસ તંત્ર પહેલાથી જ આ અંગે સાશંક હતું જ. જેના પગલે હાઇએલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. અનેક પ્રાણીસંગ્રહાલયો અને ઝુ પણ હાઇએલર્ટ પર હતા. જો કે તેવામાં રાજ્ય સરકાર સામે એક વિચિત્ર પ્રશ્ન આવી પડ્યો છે. જેના કારણે વન વિભાગ દ્વારા એડ્‌વાઇઝરી જાહેર કરવામાં આવી છે.  વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણને ધ્યાને રાખીને અનેક સારવાર કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે. મોટા ભાગનાં તમામ શહેરોમાં આરોગ્ય અને સારવાર કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ વખતે વન વિભાગ દ્વારા લોકલ લોકોને બીજી પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે, જો કોઇ પણ પક્ષી કે કબુતર ઘાયલ અવસ્થામાં મળી આવે તો તેનો સ્પર્શ કરવામાં ન આવે. સ્થાનિક સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો. કબુતરના સીધા જ સંપર્કમાં આવવાથી નાગરિકોએ બચવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, બર્ડફ્લૂના ઓથાર હેઠળ વન વિભાગે જણાવ્યું કે, કોઇ પણ પક્ષી મૃત કે ઘાયલ અવસ્થામાં મળી આવે તો તેને પકડવાનો પ્રયાસ કરવો નહી. વન વિભાગ અથવા પશુ ચિકિત્સકને આ અંગે જાણ કરવી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉતરાયણના પર્વમાં કબુતર, સમડી, કાગડા, ઘુવડ જેવા પક્ષીઓ પતંગની દોરીઓની ઝપટે ચડતા હોય છે. તેવામાં લોકો દ્વારા તેને પકડીને સારવાર માટે ખસેડવામાં આવે છે. તેવામાં ઘાયલ પક્ષી અને તેનું લોહી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી બર્ડફ્લુની શક્યતાને જોતા વન વિભાગે આ ચેતવણી બહાર પાડી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here