વિવિધ કંપનીઓ કરતાં દેશમાં સૌથી સસ્તી કોરોના વેક્સિન દેશની સીરમ ઇન્સ્ટીટ્યુટની….!

0
19
Share
Share

(જી.એન.એસ.,હર્ષદ કામદાર)

કોરોનાને નાથવાની વેક્સિન આપવા માટે સરકારે કરેલા આયોજન અનુસાર દેશના નક્કી કરેલા મથકો પર લગભગ પહોંચી ગઈ છે. તે સાથે કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિન આપવા બાબતે સતત બાજનજર રાખી તૈયાર બેઠા છે. દેશભરમાં કોરોના રસીની કિંમત બાબતે ભારે સવાલી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે વડાપ્રધાન મોદીજીએ જાહેરાત કરી કે સીરમની રસીની કિંમત એક ડોઝના રૂપિયા ૨૦૦ નક્કી કરવામાં આવી છે અને બે ડોઝની કિંમત રૂપિયા ૪૦૦ થશે. આ રસીના બે ડોઝ ૨૮ દિવસના અંતરે લેવાના હોય છે. દેશભરમાં કેન્દ્ર સરકારે ત્રણ કરોડ લોકોને પ્રથમ તબક્કે રસી આપવાનું આયોજન કરેલ છે. જેમાં કોરોના દર્દીઓની સારવારમાં અને સેવામાં જોડાયેલા ડોક્ટર્સો,મેડીકલ સ્ટાફ,પોલીસ, સફાઈ કર્મચારીઓ અને ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. દેશમાં પૂણે ખાતે આવેલી સીરમ ઈન્સ્ટિટ્યુટ  ભારત સરકારને ફક્ત એક ડોઝ રૂપિયા ૨૦૦ ની કિંમતમા કોરોના રસી પૂરી પાડનાર છે. દેશ ભરમા જ્યારે કોરોના વાયરસે રાક્ષસી સ્વરૂપ બતાવ્યું હતું ત્યારે મેડિકલ માર્કેટમાં ખાનગી રાહે કોરોના વેક્સિન રૂપિયા ૧૦,૦૦૦ થી ૪૦ હજારમાં વેચાતી હતી તે સમયે સરકારી તંત્રએ કેટલાક કાળાબજારિયા અને વેક્સિન ચોરી કરનારને પકડી પાડયા હતા. આજે બજારોમાં ખુલ્લેઆમ વિવિધ કંપનીઓની  કોરોના વેક્સિન મળી રહી છે તેના એક ડોઝના ભાવ જોઈએ તો સિરમ ઇન્સ્ટિટ્યૂટના બજાર ભાવ રૂપિયા ૨૧૦/- એક ડોઝના છે,સ્પુટનિક ફાઈવના રૂપિયા  ૭૩૪/- જોનસન એન્ડ જોનસનની રસીના રૂપિયા ૭૩૪/- સિનોવેક રસીના રૂ.૧૦૨૭/-,ફાઈઝર રસીના રૂપિયા ૧૪૩૧/-,નોવાવેક્સ રસીના રક.૧૧૧૪/- અને મોડેર્ના રસીના ના રૂપિયા ૨૩૪૮/- કિંમત ચાલે છે જ્યારેક  આપણા દેશની સીરમ ઈન્સ્ટિટ્યુટ સૌથી ઓછી કિંમતમા વેચે  છે…..!

કોરોના મહામારી સમયમાં માસ્ક, સેનેટાઇઝર અને કોવિડ ૧૯ નો ભોગ બનનારાઓ માટે પીટીસી કીટ સહિતની મેડિકલ સુરક્ષાના સામાનનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. તેમાં સૌથી વધુ બાયોમેડીકલ વેસ્ટનુ ઉત્સર્જન થયેલ.જે અંગે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર દેશમાં છેલ્લા સાત મહિનામાં આશરે ૩૩ હજાર ટન કોવિડ ૧૯ ના બાયોમેડીકલ વેસ્ટનું ઉત્સર્જન કરવામાં આવેલ. જેમાં ઓક્ટોબર માસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૫૫૦૦ ટનથી વધુ કોરોના વેસ્ટનુ ઉત્સર્જન થયેલ. બોર્ડના ડેટા અનુસાર એકલા મહારાષ્ટ્રનો મેડિકલ વેસ્ટનો ફાળો ૩૫૮૭ ટન રહ્યો હતો. વર્ષ ૨૦૨૦ ના જૂન મહિનાથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ૩૨,૯૯૪ ટન  કોવિડ ૧૯ બાયોમેડિકલ વેસ્ટનુ ઉત્સર્જન કર્યું હતું.  દેશમાં હાલમાં સમયમાં ૧૯૮ જેટલા સામાન્ય બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ દ્વારા હાલના સમયમા એકઠો કરવામાં આવતા મેડીકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કોરોના ૧૯ બાયોમેડિકલ વેસ્ટ માં માસ્ક,પીપીઈ કિટ્‌સ, શરૂ કવર્સ, ગ્લવ્ઝ, હ્યુમન ટિસ્યુઝ, ડ્રેસિંગમાં વપરાતી વસ્તુઓ પ્લાસ્ટર કાસ્ટ, કોટન સ્વેબ્સ,નીડલ્સ,સિરીન્જ્સ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે…. આનો સીધો મતલબ એ છે કે  એક મહામારી અનેક બાબતો સાથે લઈને આવે છે અને તેમાં પણ જો બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ ન થાય તો…..? વેસ્ટના ગંજ ખડકાવા સાથે મહામારી જાયન્ટ બની રહે……!!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here