ઉત્તરાખંડની ભાજપ સરકાર આંતરધાર્મિય લગ્ન માટે ૫૦,૦૦૦ની સહાય આપશે

0
18
Share
Share

દહેરાદૂન,તા.૨૧

એક તરફ લવ જેહાદને રોકવા માટે ભાજપની મધ્યપ્રદેશ અને યુપી સરકાર આકરો કાયદો લાવવાની જાહેરાત કરી ચુકી છે તો બીજી તરફ ઉત્તરાખંડની ભાજપ સરકારે તેનાથી સાવ ઉલટુ કામ કરીને ભાજપને જ ફિક્સમાં મુકી દીધી છે.

ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં સમાજ ક્લાયણ અધિકાકરીએ કરેલા એક પરિપત્રના કારણે આ મામલો ચર્ચામાં આવ્યો છે. જેમાં જણાવાયુ છે કે, આંતર જાતિય લગ્નની સાથે સાથે આંતર ધર્મીય લગ્નને પ્રોત્સાહન આપવા માટે સરકાર ૫૦૦૦૦ રુપિયાની સહાય આપશે.પરિપત્રમાં કહેવાયુ છે કે, આંતર ધાર્મિક લગ્ન સરકારી રજિસ્ટ્રારની ઓફિસમાં અથવા માન્યતા પ્રાપ્ત ધાર્મિક સ્થળમાં કરવામાં આવે તે જરુરી છે.

આ પરિપત્ર બાદ ભાજપમાં જ હડકંપ મચી ગયો છે.એક તરફ ઉત્તરાખંડમાં સરકારે લવ જેહાદ સામે કાયદો લાવવાની પણ વાત કરી છે અને બીજી તરફ સરકારના અધિકારીઓ આંતર ધર્મિય લગ્નને પ્રોત્સાહન આપવાનો પરિપત્ર કરી રહ્યા છે.જોકે આ મામલે થયેલા ઉહાપોહ બાદ ઉત્તરાખંડ સરકાર પર ભાજપનુ જ દબાણ વધે તેમ લાગી રહ્યુ છે.એવુ પણ બની શકે છે કે, આ પરિપત્રને રદ કરવામાં આવે અને સરકાર નવેસરથી આ મુદ્દે સ્પષ્ટતા કરે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં લવ જેહાદ સામે કાયદો લાવવાના મુદ્દે ભારે ચર્ચા જાગી છે.મહારાષ્ટ્ર સરકારે યુપી અને મધ્યપ્રદેશમાં આ કાયદો લાવવાની ટીકા કરી છે અને મહારાષ્ટ્રમાં આવો કોઈ કાયદો નહીં આવે તેવુ કહ્યુ છે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોત પણ આ પ્રકારના કાયદાની ટીકા કરી ચુક્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here