ઉત્તરાખંડના ભાજપ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ જીનાનું કોરોનાથી નિધન

0
23
Share
Share

દહેરાદૂન,તા.૧૨

દેશમાં દિવાળી ટાણે ફરી એક વખત કોરોનાનો  કહેર  વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના અનેક જાણીતા નેતાઓ, સેલિબ્રટી  સહિતના લોકો તેની ઝપેટમાં આવી ચુક્યા છે.

ઉત્તરાખંડના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જીનાનું  કોરોનાથી અવસાન થયું હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈ એ ટિ્‌વટ કર્યું છે. તેમની  દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં  કોવિડ-૧૯ ની સારવાર ચાલતી હતી. અલમોરા જિલ્લાની સલ્ટ વિધાનસભાથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની પત્નીનું થોડા દિવસો પહેલા જ હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું.

સલ્ટથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જીનાના નિધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ બંસીધર ભગતે શોક વ્યક્ત કરતાં કહ્યું, તેઓ અમારા યુવા, ઉર્જાવાન કાર્યકર્તા અને ધારાસભ્ય હતા. તેઓ દરેક વર્ગમાં લોકપ્રિય હતા. તેમના નિધનથી પાર્ટી તથા સમાજને બહુ મોટી ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. અમારી પૂરી પાર્ટી આ દુઃખના સમયમાં તેમના પરિવાર સાથે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here