ઉત્તપ્રદેશમાં યુપીમાં યોગી સરકાર ૨૬ જૂને ૧ કરોડ લોકોને આપશે રોજગારી

0
15
Share
Share

લખનૌ,તા.૨૪

યુપીના સીએમ યોગી આદિત્યનાથ પ્રવાસી મજૂરોના હિતમાં વધુ એક પગલુ ઉઠાવીને રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. સીએમ યોગી ૨૬ જૂને એક સાથે ૧ કરોડ લોકોને રોજગાર આપશે. ઉત્તર પ્રદેશ સરકારના આ કાર્યક્રમમા પીએમ મોદી પણ હાજર રહેશે. તેઓ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં સામેલ થશે. કાર્યક્રમમાં ના માત્ર પ્રવાસી મજૂરોને રોજગાર મળશે પરંતુ એમએસએમઇ માટે લોન પણ આપવામાં આવશે. આ રીતે યુપી દેશમાં આટલી મોટી સંખ્યામાં રોજગાર આપનારૂ દેશનું પહેલુ રાજ્ય બની શકશે.

પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકોની વાપસી થઈ છે. કોરોના સંકટ દરમિયાન આવેલા ૩૬ લાખ પ્રવાસી મજૂરોના સ્કિલ મેપિંગનો પૂરો ડેટા બેન્ક સરકારે તૈયાર કરી દીધો છે. અત્યાર સુધી યોગી સરકાર મોટી સંખ્યામાં રોજગાર ઉપલબ્ધ કરાવી ચૂકી છે. આ આંકડો ૨૬ જૂને ૧ કરોડથી વધારે થઈ જશે. યોગી સરકાર આ શ્રમિકો અને કામગારોને એમએસએમઇ, એક્સપ્રેસ વે, હાઈવે, યુપીડા અને મનરેગા જેવા સેકટર્સમાં મોટા પાયા પર રોજગાર આપી રહી છે. ઉત્તર પ્રદેશના ૩૧ જિલ્લાને આ મોટા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ રોજગાર અભિયાનથી પ્રદેશમાં ગોંડા, બલરામપુર, આંબેડકર નગર, અમેઠી, અયોધ્યા, આઝમગઢ, બહરાઈચ, બાંદા, બસ્તી, દેવરિયા, ફતેહપુર, ગાઝીપુર, ગોરખપુર, હરદોઈ, જાલોન, જોનપુર, કૌશાંબી, ખીરી, કુશીનગર, મહરાજગંજ, મિર્ઝાપુર, પ્રતાપગઢ, પ્રયાગરાજ, રાયબરેલી, સંતકબીર નગર, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, સીતાપુર, સુલ્તાનપુર, ઉન્નાવ અને વારાણસી જિલ્લાને જોડવામાં આવશે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here