ઈશાંત શર્મા સહિત ૨૯ ખેલાડીઓને અર્જુન અવોર્ડ માટે કરાયા નામાંકિત

0
21
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૮

ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સહિત ૨૯ ખેલાડીઓને મંગળવારે અર્જુન એવોર્ડ માટે નામાંકિત કરાયા છે. ખેલ મંત્રાલયની પુરસ્કાર પસંદગી સમિતિની બેઠક બાદ સત્તાવાર સુત્રોએ આ માહિતી આપી હતી.

મહિલા હોકી ખેલાડી દીપિકા ઠાકુર, ટેનિસ ખેલાડી દિવિજ શરણ, ક્રિકેટર દીપક હુડ્ડા અને પુરુષ રિકવ્ર તીરંદાજ અતનુ દાસના નામની ભલામણ પણ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે કરવામાં આવી છે. ૩૧ વર્ષીય ઈશાંતે ભારત તરફથી ૯૭ ટેસ્ટ અને ૮૦ વન ડે મેચ રમી છે. તેના નામે ૪૦૦થી વધારે આંતરરાષ્ટ્રીય વિકેટ નોંધાયેલી છે.

ઓલંપિક કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિક અને મીરાબાઈ ચાનૂના નામને પણ સમિતિનું સમર્થન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બંને મહિલા ખેલાડીને ખેલ રત્ન પુરસ્કાર મળી ચુક્યો હોવાથી  અંતિમ ફેંસલો ખેલ મંત્રી કિરણ રિજીજુ પર છોડવામાં આવ્યો છે.

આ પહેલા આજે ભારતના સુપરસ્ટાર બેટ્‌સમેન રોહિત શર્માને દેશમાં રમતના સર્વોચ્ચ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તેની સાથે પહેલવાન વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, અને ૨૦૧૬ પેરાલેમ્પિકના ગૉલ્ડ મેડલ વિજેતા મરિયપ્પન થંગાવેલૂને પણ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નામાંકિત કરવામાં કરાયા છે.  આ ફેંસલો રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જૂન અને બીજા રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોને નક્કી કરવા માટે મંગળવારે પસંદગી પેનલ બેઠકમાં લેવામાં આવ્યો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here