ઈવનિંગ પોસ્ટના સીનીયર સીટીઝન માટે રાજકોટમાં કાલે સંગીત સંઘ્યાનો કાર્યક્રમ

0
33
Share
Share

રાજકોટ, તા.૨૯

સરગમ કલબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઈવનિંગ પોસ્ટમાં તા.૩૧/૧/૨૧ રવિવારના રોજ સાંજે ૫.૩૦ કલાકે અસીતભાઈ ભટ્ટ પ્રસ્તુત સંગીત સંઘ્યાનુ આયોજન કરવામાં આવેલ છે. જુના તેમજ યાદગાર ગીતો કરાઓકે ઉપર રજુ કરવામાં આવશે. તો તમામ સરગમ કલબના ઈવનિંગ પોસ્ટના સભ્યોએ જેને ગયા વર્ષે ફી ભરેલ છે. તે તમામને પહોંચ આપેલ છે. તેના ઉપર પ્રવેશ મળશે. સરકારના ગાઈડલાઈન મુજબ અમલ કરવાનો રહેશે. તમામ સભ્યોએ ફરજીયાત માસ્ક પહેરીને આવવવાનુ રહેશે. તમામ મેમ્બરે સમયસર હાજરી આપવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઈવનિંગ પોસ્ટનાં ઈન્ચાજર્ રાજેન્દ્રસિંહ જાડેજા અને કાર્યક્રમના આયોજક અસીતભાઈ ભટ્ટ જહેમત ઉઠાવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here