ઈલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લાની ભારતમાં એન્ટ્રી

0
14
Share
Share

કંપની ભારતભરમાં ૩ મૉડલ લોન્ચ કરીને વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં ડિલિવરી શરૂ કરી તેવી પુરી શક્યતા

નવી દિલ્હી, તા. ૧૩

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કંપની અહીં લગ્ઝરી ઈલેક્ટ્રિક કારોનું નિર્માણ અને વેચાણ કરશે. ટેસ્લાએ પહેલી ઓફિસ બેંગ્લુરુમાં બનાવી છે. બેંગ્લુરુમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ સાથે પોતાની કામગીરી શરુ કરી છે.

કર્ણાટકાના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટેસ્લાનું સ્વાગત કર્યું છે. કોર્પોરેટ મુદ્દાઓના મંત્રાલય મુજબ, ટેસ્લા ૮ જાન્યુઆરીએ બેંગ્લુરુમાં આવી છે. કંપની ભારતમાં મૉડલ ૩ લોન્ચ કરી શકે છે. વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ડિલિવરી શરુ કરવામાં આવી શકે છે.

ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પાછલા વર્ષે ઓક્ટોબરમાં એક ટિ્‌વટ કરીને કહ્યું હતું કે તેમની કંપની ૨૦૨૧માં ભારતના બજારમાં પ્રવેશ કરશે. મસ્કે એક ટિ્‌વટના જવાબમાં લખ્યું હતું કે નિશ્ચિત રીતે તેમની કંપની આગામી વર્ષે ભારતમાં એન્ટ્રી કરશે.

ટેસ્લાનું વાર્ષિક વેચાણ ૨૦૨૦માં ૩૬% વધ્યું છે. જોકે, કંપની ૫ લાખ વાહનોની ડિલિવરીના વાર્ષિક લક્ષ્યાંકથી પાછળ રહી ગઈ છે. કંપનીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે તેણે ૨૦૨૦માં ૪૯૯,૫૦૦ વાહનોની ડિલિવરી કરી. જેમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ૧,૮૦,૫૭૦ સ્પોર્ટ્‌સ યુટિલિટી વ્હીકલ (એસયુવી) અને સિડાનની ડિલિવરીનો સમાવેશ થાય છે. ટેસ્લાના સીઈઓએ કોરોના મહામારીનો પ્રકોપ શરુ થયા પહેલા ૨૦૨૦માં ૫ લાખ વાહનોની ડિલિવરીનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક પાછલા અઠવાડિયે ગુરુવારે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. તેમણે એમેઝોનના જેફ બેજોસને પાછળ છોડ્યા હતા. એલન મસ્કની નેટવર્થ વધીને ૧૮૮ બિલિયન યુએસ ડૉલર કરતા વધુ થઈ ગઈ હતી, જ્યારે એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસની નેટવર્થ ૧૮૭ બિલિયન યુએસ ડૉલર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here