ઈરફાનના પુત્રએ ફોર્મમાં ધર્મની કૉલમમાં નો રિલિજિયન લખ્યું

0
28
Share
Share

અભિનેતા ઈરફાને કહ્યું હતું કે, હું મારા ધર્મ, સરનેમ અથવા પોતાની કોઈ અન્ય બાબતથી ઓળખાવા માગતો નથી

મુંબઈ, તા.૨૪

જબરદસ્ત એક્ટિંગના કારણે બોલિવૂડ ઉપરાંત હોલિવૂડમાં પોતાની ઓળખ ઊભી કરનારા ઈરફાન હવે આ દુનિયામાં નથી. કેન્સર સામે લાંબી લડાઈ બાદ ૨૯ એપ્રિલના રોજ તેમણે દુનિયાને અલવિદા કહ્યું. ઈરફાનના ગયા બાદ તેમનો પુત્ર બાબિલ સતત સોશિયલ મીડિયા પર પોતાના પિતાની યાદોમાંથી કંઈકને કંઈક શેર કરતો રહે છે. આ વખતે બાબિલ ચર્ચામાં છે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કરેલી પોસ્ટને કારણે જેનાથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિચારો બાબતે તે પોતાના પિતાના પદચિહ્નો પર ચાલી રહ્યો છે. બાબિલની આ પોસ્ટથી એ સાબિત થઈ ગયું કે તે પોતાના પિતાને કેટલી હદે ફૉલો કરે છે. અસલમાં ઈરફાન ખાન પણ પોતાની સરનેમનો ઉપયોગ નહોતા કરતા અને મોટાભાગે તેઓ પોતાનું નામ ’ઈરફાન’ જ લખવું પસંદ કરતા હતા. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ પોતાનું નામ ફક્ત ઈરફાન જ રાખ્યું હતું. હવે લાગી રહ્યું છે કે, આવું જ કંઈક બાબિલ પણ કરવાના પ્રયત્નો કરી રહ્યો છે. તાજેતરમાં જ બાબિલે પોાતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી જેમાં તેના લેપટૉપની સ્ક્રીન દેખાઈ રહી છે. આ તસવીરમાં તેણે એક ફોર્મ ભરી રાખ્યું છે, જેમાં બાબિલે ધર્મની કૉલમમાં નો રિલિજિયનનો ઑપ્શન પસંદ કર્યો છે. ઈરફાને પોતાના નામમાંથી ’ખાન’ સરનેમ હટાવી દીધી હતી. આ અંગે વાત કરતા તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ’હું ઈરફાન છું, માત્ર ઈરફાન. મેં થોડા સમય પહેલા જ પોતાના નામમાંથી ખાન હટાવી દીધું છે કારણ કે, હું મારા ધર્મ, સરનેમ અથવા પોતાની કોઈ આવી બાબતથી ઓળખાવા માગતો નથી. હું મારા પૂર્વજોના કામને કારણે ઓળખાવા ઈચ્છતો નથી.’ જણાવી દઈએ કે, ઈરફાનનું અસલ નામ સાહબઝાદે ઈરફાન અલી ખાન છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here