ઈમરાન ખેડાવાલાનો રેપિડ ટેસ્ટ અમદાવાદના મેયરે માન્ય ન રાખતા સભામાંથી બહાર કાઢ્યા

0
28
Share
Share

અમદાવાદ,તા.૨૫

અમદાવાદ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાંથી જમાલપુરના કાઉન્સિલર ઇમરાનખેડવાલાને મેયરે બહાર કાઢી મૂકતા આ બાબત ચર્ચાનો વિષય બની હતી. વિપક્ષના ધારાસભ્ય ખેડાવાલાએ વિધાનસભાના સત્ર માટે કરાવેલા ટેસ્ટને અયોગ્ય ગણી બહાર મોકલી દેવાતા ઇમરાન ખેડવાળાએ આ મુદ્દો વિધાનસભામાં રજુ કરવાનો નિર્ણય કર્યો છે..ઇમરાન ખેડાવાળા બોર્ડ રૂમમાં આવ્યા કે કહેવામાં આવ્યું કે તમે ટેસ્ટ કરાવ્યો ના હોવાથી બોર્ડમાં બેસી શકશો નહિ.

ઉલ્લેખનીય છે કે વિપક્ષના ધારાસભ્ય ઇમરાનખેડવાળાએ વિધાનસભા સત્ર માટે કરાવેલ ટેસ્ટનો રિપોર્ટ બતાવ્યો પણ તે માન્ય રાખવામાં આવ્યો નહીં. ત્યારે આ અંગે કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે  વિધાનસભા રિપોર્ટ માન્ય ગણતી હોય અને વિધાનસભામાં બેસવાની મંજૂરી હોય તો કોર્પોરેશન બોર્ડમાં કેમ નહીં?  મેયર નું આ પ્રકારનું વર્તન યોગ્ય નથી.

ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીઝીકલ બોર્ડ બેઠકમાં વિપક્ષના કોર્પોરેટર શાહનવાઝ શેખ શરીર પર પાટાપીંડી કરી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ બિસ્માર રસ્તા વિશે રજૂઆત કરી હતી કે સામાન્ય વરસાદમાં જ શહેરના મોટા ભાગના રોડ રસ્તાઓ તૂટી ગયા છેપજેના લીધે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે..તો અકસ્માતોની ઘટનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે..કોર્પોરેટર શાહનવાજ શેખે બિસ્માર રસ્તા માટે કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here