ઈમરાને એક્ટિંગ છોડવાના લીધે અવંતિકા સાથે સંબંધ બગડ્યા?

0
19
Share
Share

સાચું કહું તો આ ઈમરાનનો અંગત નિર્ણય છે અને મારા વિષયની વાત પણ નથી : અવંતિકાના પિતા રંજેવ મલિક

મુંબઈ,તા.૨૧

૧૭ નવેમ્બરના રોજ ઈમરાન ખાને એક્ટિંગ છોડી દીધી હોવાના અહેવાલ આગની જેમ ફેલાયા હતા. ઈમરાન ખાનને નજીકના મિત્ર અક્ષય ઓબેરોયે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ફોડ પાડ્યો હતો. ત્યારથી એક્ટિંગને અલવિદા કહેવાના ઈમરાન ખાનના નિર્ણયની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જો કે, ઈમરાન ખાને સામે આવીને આ વિશે કોઈ નિવેદન આપ્યું નથી. આ વિશે ઈમરાન ખાનના સસરા રંજેવ મલિક સાથે વાત કરી હતી અને તેમણે અક્ષય ઓબેરોયના શબ્દોને સમર્થન આપ્યું હતું. અવંતિકા મલિકના પિતા રંજેવે કહ્યું, સાચું કહું તો આ ઈમરાનનો અંગત નિર્ણય છે અને મારા વિષયની વાત પણ નથી. પરંતુ હા ઈમરાન ફિલ્મ સ્કૂલમાં ગયો ત્યારથી તેને એક્ટિંગ કરતા વધારે રસ ડિરેક્શનમાં હતો. હવે તે આ દિશામાં કામ કરી રહ્યો છે તો તેને સંભવ પણ કરશે. જણાવી દઈએ કે, અવંતિકા મલિક અને ઈમરાન ખાનના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું છે. છેલ્લા ખાસ્સા સમયથી અવંતિકા ઈમરાનથી અલગ પોતાની માતા સાથે રહે છે. હવે જાણવા મળ્યું છે કે, ઈમરાન અને અવંતિકા વચ્ચે સર્જાયેલી સમસ્યાઓ પૈકીની એક ઈમરાનનો એક્ટિંગ છોડવાનો નિર્ણય પણ હતો. અવંતિકા ઈચ્છતી હતી કે ઈમરાન એક્ટિંગ ચાલુ રાખે અને તે એક્ટર તરીકે આગળ વધે. પરંતુ ઈમરાને મન મનાવી લીધું હતું કે, જો કોઈ દમદાર રોલ મળશે તો જ તે એક્ટિંગ કરશે. જ્યારે ઈટાઈમ્સે રંજેવ મલિકને પૂછ્યું કે શું તેમની દીકરી ઈચ્છતી હતી કે ઈમરાન એક્ટિંગ ચાલુ રાખે? ત્યારે ખચકાયા વિના તેમણે કહ્યું- ’હા, કદાચ તેની એવી જ ઈચ્છા હતી. અવંતિકાની આવી ઈચ્છા શા માટે હતી? આ પ્રશ્નનો જવાબ આપતા તેના પિતાએ કહ્યું, ઈમરાન એક્ટિંગ ક્ષેત્રે સારું કામ કરતો હતો માટે. ત્યારે વિચારવાની વાત એ છે કે, ઈમરાન પોતાની ગતિએ ફિલ્મોમાં કામ કરી રહ્યો હતો તો પછી દૂર જવાનો નિર્ણય કેમ કર્યો? સૂત્રોનું માનીએ તો અવંતિકા ઈચ્છતી હતી કે, ઈમરાન ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું શરૂ કરે અને પોતે (ઈમરાન) લીડ રોલ કરે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here