ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ

0
27
Share
Share

પરેશ ધાનાણીના નિવાસ સ્થાને પ્રદેશ પ્રભારી-અઘ્યક્ષની ઉપસ્થિતિમાં પ્રવેશ અપાયો

રાજકોટ, તા.૨૩

કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આશરે ત્રણેક વર્ષના રાજકીય વનવાસ બાદ આજે ગુજરાત કોંગ્રેસ વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં નિવાસ સ્થાને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગી અગ્રણી અજુર્ન મોઢવાડીયા તેમજ ધારાસભ્યો-આગેવાનોની બેઠક બાદ ઈન્દ્રનીલનો કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કરવા અંગે જાહેરાત થયેલ હતી. રાજીવ સાતવે ઈન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગીનો ખેસ પહેરાવી આવકારેલ હતા.

રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ ગત વિધાનસભાની ચૂંટણી સમયે રાજકોટની પ્રતિષ્ઠિત બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જોરદાર લડત આપી લડેલ પરંતુ પરિણામ આવતા રાજ્યગુરૂનો પરાજય થયો હતો ત્યારબાદ ઈન્દ્રનીલે પક્ષની નીતિરીતિ અને નેતાઓની કામગીરી સામે આક્રોશ ઠાલવી પક્ષમાંથી રાજીનામુ આપી દીધા બાદ તેઓ કોઈ પક્ષમાં જોડાયા ન હતા અને રાજકારણમાં સક્રિય રહેવા પ્રયાસો હાથ ધરેલા આજે ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ થતા રાજકોટ ખાતે કોંગ્રેસ મજબુત બનશે તેવી આશા કોંગી કાર્યકરો-આગેવાનો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here