ઈન્ટરનેશનલ ઉડાનોમાં ચીની લોકોને બેસાડવા પર પ્રતિબંધ

0
23
Share
Share

ચીનની શાન ઠેકાણે લાવવા આ ભારતે પગલું ભર્યું, ત્યાંના કેટલાંક બંદરો પર અંદાજે દોઢ હજાર ભારતીયો ફસાયા

નવી દિલ્હી, તા. ૨૮

કોરોના વાયરસ સંકટની વચ્ચે ભારતે ફરી એકવખત આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોનું માનીએ તો સરકારની તરફથી તમામ એરલાઇન્સને કહી દેવામાં આવ્યું છે કે પોતાના વિમાનમાં ચીની નાગરિકોને બેસાડવામાં ના આવે. સરકારે આવું અનૌપચારિક રીતે એરલાઇન્સને કહ્યું છે.

આપને જણાવી દઇએ કે ભારતે પહેલાં જ કોરોના સંકટના લીધે ચીનથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે જે દેશોમાં ભારત એર બબલ દ્વારા વિમાન સેવા શરૂ કરી ચૂકયુ છે ત્યાંથી ચીની નાગરિક ભારત આવી શકતા હતા પરંતુ હવે ભારતે તેના પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

ભારતે આ પગલું ચીનની શાન ઠેકાણે લાવવા ભર્યું છે. ત્યાંના કેટલાંક બંદરો પર અંદાજે દોઢ હજાર ભારતીયો ફસાયા છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારિક જહાજો પર કામ કરનાર આ ભારતીય એટલા માટે વતન પાછા ફરી શકતા નથી કારણ કે તેમને ચીન મંજૂરી આપતું નથી અને નહીં તો જહાજના ક્રૂ બદલવા દે છે. ચીનના પગલાંનો હેતુ ઓસ્ટ્રેલિયાને પરેશાન કરવાનો છે કારણ કે ત્યાંનો કોલસો ચીને પ્રતિબંધિત કરી દીધો છે. પરંતુ તેની ઝપટમાં ભારતીયો આવી ગયા છે અને ચીન કોઇ તાત્કાલિક રાહતના મૂડમાં દેખાતું નથી.

આપને જણાવી દઇએ કે ચીનની તરફથી પણ ભારતીય નાગરિકોને ચીનની યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેમાં કોરોના સંકટનો હવાલો આપ્યો હતો જ્યારે કેટલાંક બીજા કારણ પણ ગણાવ્યા હતા. હવે ભારતે પણ હાલના સમયમાં સંચાલન કરી રહેલ તમામ દેશી-વિદેશી એરલાઇન્સને આ અંગે માહિતી આપી દીધી છે.

આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે ભારત અને ચીન હાલમાં સરહદ પર તણાવની સ્થિતિમાં યથવાત છે. બંને દેશોની વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય સંબંધોમાં ટકરાવની સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન આવ્યા બાદથી જ એક વખત ફરી આંતરરાષ્ટ્રીય ઉડાનો પર કડકાઇ વર્તાય રહી છે. અત્યારે સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન બંધ છે પરંતુ કેટલાંક દેશોની સાથે ભારતે એર બબલનો કરાર કર્યો છે. કોરોનાના નવા સ્ટ્રેન આવ્યા બાદથી જ યુનાઇટેડ કિંગડમથી આવનાર વિમાન પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે યુરોપની અન્ય ફ્લાઇટથી આવનારા નાગરિકોના ચેકિંગને વધારી દીધું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here