ઈતિહાસમાં પ્રથમવાર શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓ વગર ઉજવાઈ ભાદરવી પૂનમ

0
18
Share
Share

અંબાજી,તા.૦૨

જગતજનની મા અંબાની સૌથી મોટી ભાદરવી પૂનમ છે. જ્યાં દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં હૈયેહૈયું દળાય તેટલી ભીડ ઉમટતી તે અંબાજી મંદિર આજે કોરોનાની મહામારીને કારણે ભક્તો વગર સુનું છે. જો કે પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-પાઠ કરવામાં આવ્યા તેમજ વિશ્વ શાંતિના કલ્યાણ માટે સહસ્ત્ર ચંડીયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેથનીય છે કે ઘાતક કોરોનાને કારણે ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. જો કે ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓ મા અંબાના ઓનલાઇન દર્શન કરી રહ્યા છે.

દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે મા અંબાની હાથીની શાહી નીકળે છે. ત્યારે આ વખતે પણ મા અંબાએ હાથીની સવારી પર આરૂઢ થઇ ભક્તોને દર્શન આપ્યા. ભાદરવી પૂનમ નિમિતે આજે મા અંબાને ત્રણ ધજા ચઢાવવામાં આવી. જે અંતર્ગત પંડિતો દ્વારા પ્રથમ ધજા મા અંબાને અર્પણ કરવામાં આવી. હજારો ભક્તો ધ્વજારોહણ તેમજ યજ્ઞના આ પાવન પ્રસંગના ઓનલાઇન દર્શન કરી રહ્યા છે.

હાથીની સવારી પર આરૂઢ થઇ અને મા અંબાનો ભાદરવી પૂનમના દિવસે ભક્તો ને ઓનલાઇન દર્શન આપી રહ્યા છે જોકે કોરોના ગ્રહણ ને લઈને ભાદરવી પૂનમનો મેળો રદ કરાયો હતો પરંતુ જે પ્રકારે મા અંબાની સૌથી મોટી પૂનમ છે અને જે ત પંડિતો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે પણ હવન રહ્યા છે. ત્યારે આજે મા અંબા ને ત્રણ ધ્વજા  ચડશે જેમાં આજે પંડિતો દ્વારા પ્રથમ ધ્વજા  માને અર્પણ કરવામાં આવી ના શિખર પર ધજા ચડાવવામાં આવી ત્યારે સમગ્ર કાર્યક્રમ છે તેનું ઓનલાઇન દર્શન પણ થઈ રહ્યા છે ઓનલાઇન જે ધજા ચઢાવવાની હોય તેના પર દર્શન થઈ રહ્યા છે અને ઓનલાઈન યજ્ઞના પણ દર્શન થઈ રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here