‘‘ઈટ રાઈટ ચેલેન્જ‘‘ અંતર્ગત ખાધ્ય પદાર્થોની શુધ્ધતા ચકાસણી સમિતિમાં ૨માબેન માવાણીનો સમાવેશ.

0
28
Share
Share

રાજકોટ, તા.૨૯

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ  અને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરેટી ઓફ ઈન્ડીયા,ન્યુ દિલહી દ્વારા તાજેત૨માં ’’સહી ભોજન, બહેતર જીવન‘‘ સુત્રને સાર્થક કરવા અને ભારતના નાગરીકોને પોષણયુકત શુદ્ધ આહાર સમ્પન્ન કરવાના હેતુથી રચવામાં આવેલ અગત્યની સમિતિમાં ગ્રાહકોના હિતોની જાળવણી અને સંભાળ માટે માળ સંસદ સદસ્યો અને ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિના પ્રણેતા રમાબેન માવાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમિતિની પ્રથમ બેઠક આગામી કાલે તા.૩૦ના રોજ  રોજ બપોરના ૪ વાગ્યે, કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને યોજાશે. સમિતિના અન્ય સભ્યોમાં જિલ્લા આરોગ્ય અધિકારી,  જીલ્લા પોલીસ વડા, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, મેનેજર- જીલ્લા ઉધૌગ કેન્દ્ર, જીલ્લા શિક્ષણ અધીકારી, જીલ્લા મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ, પી.ડી.યુ. મેડીકલ કોલેજના પ્રતિનિધિ, ફૂડ એનાલિસ્ટ,પ્રાદેશિક ખોરાક પ્રયોગ શાળાનો સમાવેશ કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર લલિતભાઈ ફળદુ આ તકે સભ્ય સચિવ તરીકે કામગીરી સંભાળશે.

આ સમિતિ દ્વારા જાહેર સ્થળ, સ્કૂલો , કોલેજો, હોસ્પીટલ્સ અને ગામડે-ગામડે  ખોરાકની શુદ્ધતા સંબધે જાહેર કાર્યક્રમોના આગામી દિવસોમાં આયોજનો થશે. . આમ નાગરીકોને પોતાની ખોરાક સંબંધે કોઈ ફરીયાદ કે સૂચન  હોય તો ૨માબેન માવાજી (માજી સાંસદ ) પ્રમુખ,૨ાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ૩૨૯ ,પોપટભાઈ સોરઠીયા ભવન,સદર બજાર,રાજકોટ કોન- ૦૨૮૧-૨૪૭૧૧૨૦, ૨૪૭૧૧૨૨ અથવા  મોબાઈલ ૯૪૨૬૨ ૦૧૬૧૧ / ૭૦૧૬૧ ૩૧૮૭૨ પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here