ઈઝરાયેલ અને ભારત ભેગા મળીને કરશે હાઈ ટેક હથિયારોનુ ઉત્પાદન

0
22
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૬

ચીને છેતરપિંડી કરીને ૧૯૬૨નું યુદ્ધ શું જીતી લીધું તેણે છેતરપિંડીને ભારત વિરુદ્ધના અભિયાનનો આધાર બનાવી લીધો છે. હવે જ્યારે ભારત છેતરપિંડી કરીને જમીન પડાવવાની કોશિષ પર પાણી ફેરવી રહ્યું છે તો ચીન ગિન્નાયું છે. તેના માટે દુઃખદ સમાચાર એ છે કે ભવિષ્યમાં તેનો આ કકળાટ વધવાનો છે. કારણ કે ભારતે ચીનને તમામ મોરચે યુદ્ધભૂમિમાં પરાજીત કરવાની સશકત તૈયારીઓ કરી દીધી છે, દરેક મોરચે ચીનને માત આપવા માટે પૂરેપૂરી તૈયારી કરી તે તરફ આગળ પગલાં ભરી દીધા છે.

તેના અંતર્ગત ભારતે ઇઝરાઇલની સાથે મળીને અદ્યતન શસ્ત્રોની સંપૂર્ણ સિસ્ટમ વિકસિત કરવાની યોજના બનાવી છે. તેના માટે ભારત અને ઇઝરાયલના રક્ષા સચિવના નેતૃત્વમાં ગુરૂવારના રોજ રક્ષા સહયોગ પર સંયુકત કાર્યગ્રૂપ હેઠળની અંદર એક નવું સબ-ગ્રૂપ બનાવી દીધું.

આ સંરક્ષણ ઔદ્યોગિક સહકાર પર ઉપ-કાર્યસમૂહનું મુખ્ય કામ ટેકનોલોજી ટ્રાન્સફર, રક્ષા સાધનોનો સંયુકત વિકાસ અને ઉત્પાદન, તકનીકી સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, ઇનોવેશન અને ત્રીજા દેશોને સંયુકત નિકાસ કરવાની ખાતરી કરવી પડશે. ભારતના હથિયારોના આપૂર્તિકર્તા દેશોની યાદીમાં ઇઝરાયલ લગભગ બે દાયકાથી ચોથા સ્થાન પર કાયમ છે. તો ભારતને દર વર્ષે અંદાજે ૧ અબજ ડોલર (અંદાજે ૭૦ અબજ રૂપિયા)ના મૂલ્યની સૈન્ય નિકાસ કરે છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “હવે જ્યારે ભારતનો સંરક્ષણ ઉદ્યોગ પણ મજબૂત થઈ રહ્યો છે, ત્યારે આર એન્ડ ડી સાથે બંને દેશો વચ્ચે આર એન્ડ ડી અને ઉત્પાદન પ્રોજેક્ટ્‌સમાં આગળ વધવાની જરૂર છે.” તેમણે કહ્યું, ‘ઇઝરાઇલ મિસાઇલો, સેન્સર, સાયબર સિક્યુરિટી અને વાયરસ ડિફેન્સ પેટા સબ-સિસ્ટમ્સના ક્ષેત્રમાં વર્લ્ડ લીડર છે.’ તેમ છતાં ભારતીય સંરક્ષણ મંત્રાલયમાં રક્ષા ઉદ્યોગ અને ઉત્પાદનના સંયુક્ત સચિવ સંજય જાજૂ અને ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયમાં એશિયા અને પેસિફિક રીઝનના ડાયરેક્ટર ઇયાલ કેલિફ નવા રચાયેલા પેટા જૂથના નેતૃત્વકર્તા છે.

ધ્યાનમાં રાખો કે આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે બરાક -૮ મિસાઇલ સિસ્ટમ્સની આગલી પેઢીને જમીનથી હવામાં માર કરનાર સામેલ કરાઇ રહ્યા છે. આ ૩૦ હજાર કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ત્રણ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન અને ઇઝરાયલી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના પ્રોજેક્ટસનો હિસ્સો છે.

આઈએઆઈ, રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ્સ, એલ્બિટ અને અલ્સ્તા સિસ્ટમ્સ જેવી ઇઝરાઇલ કંપનીઓએ પણ ભારતીય કંપનીઓની સાથે સાત સંયુક્ત ઉપક્રમ લગાવ્યા છે. તેના અંતર્ગત કલ્યાણી ગ્રૂપ અને રાફેલ એડવાન્સ સિસ્ટમ્સની વચ્ચે એક ર્સ્ેં પર હસ્તાક્ષર કર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here